- રાજ્ય સરકારની ભરતી મુદ્દે મુખ્ય સચિવ જણાવ્યું
- 40% થી 60% કર્મચારીઓની ઘટ
- ગેરરીતિ કરનારા સામે કડક કાયદો લાવ્યા છીએ
રાજ્યમાં સરકારની નોકરીઓમાં મોટા પ્રમાણમાં ઘટ હોવાની વાત રાજ્ય સરકારના મુખ્ય સચિવે પણ સ્વીકારી છે. જેની સાથે જ મોટા પ્રમાણમાં આગામી વર્ષમાં ભરતી પ્રક્રિયા આવી શકે છે તેવી પણ માહિતી આપવામાં આવી છે. આજે ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્ય સચિવે સ્વીકાર્યું છે કે સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત છે.
આ દરમિયાન મુખ્ય સચિવે કહ્યું કે, કર્મચારીઓમા થોડી ઘટ છે એ આવતા વર્ષે સફળતા પૂર્વક ભરવા કામ કરવામાં આવશે. કેટલીક જગ્યાએ આપણી કચેરીમાં 60 થી 40 ટકા ખોટ છે. જેન માટે મોટી સંખ્યામાં માનવ બળની જરૂર છે. જેને ભરવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
જો રાજ્યમાં ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 40 હજારથી વધુ જગ્યા પર ભરતી કરવાની બાકી છે. જેમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ, ASI, PSI સહિત કુલ 27 હજાર જગ્યા ખાલી છે. જ્યારે ગૌણ સેવાની તલાટી, જુનિયર ક્લર્ક, હેડક્લાર્ક સહિતની 5 હજાર જગ્યા ખાલી છે. તો શિક્ષણ વિભાગમાં 35 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.
આ અંગે મુખ્ય સચિવે કહ્યું કે, ભરતી માં ગેરકાયદેસર કામ કરવાવાળા સામે કડક કાયદો લાવ્યા છીએ. તેમજ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન કરવાનું અને નિયમો માં ફેરફાર કરવામાં આવ્યા છે. ઓનલાઈન ભરતી માટે પરીક્ષા લેવાઈ છે અને સારી રીતે આગળ પણ કામ કરવામાં આવશે.


