- ગુજરાત પોલીસે મુંબઈમાં મૌલાના અઝહરીની કરી ધરપકડ
- મૌલાનાને લઈ ગુજરાત પોલીસ મુંબઈથી અમદાવાદ આવી
- ગુજરાત ATSએ મૌલાનાની મુંબઈમાં કરી ધરપકડ
જુનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે મુંબઈમાં મૌલાના અઝહરીની ધરપકડ કરી છે. મૌલાનાને લઈ ગુજરાત પોલીસ મુંબઈથી અમદાવાદ લાવી હતી. જેમાં ગુજરાત ATSએ મૌલાનાની મુંબઈમાં ધરપકડ કરી છે.
અમદાવાદથી ટીમમાં ફેરફાર કરી તાત્કાલિક જુનાગઢ લઈ જવાયો
મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદમાં ATS હેડક્વાર્ટર લવાયો હતો. અમદાવાદથી ટીમમાં ફેરફાર કરી તાત્કાલિક જુનાગઢ લઈ જવાયો છે. જેમાં નરસિંહ સ્કૂલના ગ્રાઉન્ડમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. મૌલાના અઝહરીએ સનાતન સામે નિવેદન આપ્યું હતુ. મુંબઈ પોલીસે મૌલાના સહિત 2 લોકો સામે ફરિયાદ કરી હતી. મુંબઈમાં અઝહરીના સમર્થકોનો પોલીસ સ્ટેશન બહાર જમાવડો દેખાયો હતો. તેથી ઘાટકોપરમાં સમર્થકોના જમાવડાથી ટ્રાફિકજામની સ્થિતિ થઇ હતી.
મૌલાના અઝહરીએ પોતાના સમર્થકોને શાંતિ માટે અપીલ કરી
મૌલાના અઝહરીએ પોતાના સમર્થકોને શાંતિ માટે અપીલ કરી હતી. મૌલાના સામે IPC કલમ 153 B અને 505(2)નો કેસ છે. તથા 153 B અંતર્ગત ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવા 505(2) અંતગર્ત ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધાયો છે.
વીડિયો વાઇરલ થતાં જ જુનાગઢ પોલીસ હરકતમાં આવી
31 જાન્યુઆરીએ જુનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ વિદ્યાલય ખાતેની આ સભામાં વક્તા તરીકે મુ્ંબઈના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાના ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા. આ વીડિયો વાઇરલ થતાં જ જુનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી.
કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી
ગુજરાત ATS હરકતમાં આવી ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો.અઝહરીને ગુજરાત લાવ્યા બાદ ATSની ટીમ તેની પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ પોલીસ તેની તપાસ કરશે. અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે. તેણે અગાઉ પણ આવા ભડકાઉ ભાષણો કર્યા હતા.


