- જુનાગઢ બી ડિવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
- ગુજરાત એટીએસએ મૌલાના મુફ્તીની અટકાયત કરી
- મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહકાર આપવા તૈયાર
જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે અટકાયત કરવામાં આવી છે. ગુજરાત ATS એ મુંબઈથી અટકાયત કરી હતી. મુફતી સલમાન અઝહરીની સામે ફરિયાદ નોંધાઈ હતી.
ભડકાઉ ભાષણ કરનાર વિરુદ્ધ જુનાગઢ બી ડિવીઝનમાં ફરિયાદ
જુનાગઢમાં નરસિંહ સ્કૂલના મેદાનમાં સભા યોજાઈ હતી. આ સભામાં ભડકાઉ ભાષણ કર્યું હતું. ત્યાર બાદ જુનાગઢ બી ડીવિઝનમાં સભામાં ભડકાઉ ભાષણ કરતાં ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાત એટીએસએ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. નફરતભર્યા ભાષણના કેસમાં ધરપકડ કરાયેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીના વકીલ વાહિદ શેખ કહે છે કે, સિવિલ ડ્રેસમાં 35-40 પોલીસકર્મીઓ સવારના સમયે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના ઘરે હાજર હતા.
મૌલાનાના વકીલનું નિવેદન
વકીલે વધુમાં કહ્યું હતું કે, અમે તેમને(પોલીસ)ને તેમના હેતુ વિશે પૂછ્યું હતુ. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સાથે સંકલન કર્યા બાદ તેઓએ (પોલીસ) કહ્યું કે, ગુજરાતમાં 153 બી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી તેમની સાથે પોલીસ સ્ટેશને આવ્યાં અને સહકાર પણ આપ્યો. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહકાર આપવા તૈયાર છે પણ પોલીસ કોઈ જવાબ આપી રહી નથી.
મૌલાના મુફ્તીનું નિવેદન
ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તીની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કહ્યું હતું કે, મારા સમર્થકો શાંતિ રાખે તેવી અપીલ કરું છું અને હું પોલીસ તપાસમાં સહયોગ કરવા તૈયાર છું.


