સુરતમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને રોડ પરના ગેરકાયદે દબાણોને લઈને મેયર દક્ષેશ માવાણીએ આક્રમક વલણ અપનાવ્યું છે. મેયરે આ મુદ્દે સંબંધિત અધિકારીઓ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. ખાસ કરીને વરાછા રોડ પર ટ્રાફિકની સમસ્યા વધારે હોવાનું મેયરે નોંધ્યું હતું.
વરાછા રોડ પર દબાણમુક્તિની ઝુંબેશ
તેમણે સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને સૂચના આપી હતી કે વરાછા રોડ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં રહેલા તમામ ગેરકાયદે દબાણો તત્કાલ ધોરણે દૂર કરવા જોઈએ. મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓને કડક આદેશ આપતા જણાવ્યું કે, “જો દબાણો હોય, તો તે તાત્કાલિક ધોરણે તોડી નાંખો.” મેયરના આ આદેશથી હવે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ વધુ આક્રમક બની શકે છે. શહેરના નાગરિકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળે અને ફૂટપાથ ખુલ્લા થાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad ના વેજલપુર પોલીસે મોટા કોલ સેન્ટર રેકેટના પ્રોસેસરને દબોચ્યો, સોશિયલ મીડિયા ગ્રુપો દ્વારા થતું હતું સંચાલન


