મેડિકલ કોલેજો અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા કથિત લાંચના કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે 10 રાજ્યોમાં 15 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પાડવામાં આવી રહ્યા છે.
ક્યા કેસમાં ઇડીએ પાડ્યા દરોડ઼ા ?
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 30 જૂન, 2025 ના રોજ નોંધાયેલી FIR સાથે જોડાયેલા છે. સીબીઆઇની એફઆઇઆરમાં આરોપ છે કે નેશનલ મેડિકલ કમિશનના અધિકારીઓને મેડિકલ કોલજોની તપાસ સાથે જોડાયેલી ખાનગી જાણકારી લીક કરવાના બદલામાં લાંચ આપવામાં આવી હતી. આ જાણકારીનો ઉપયોગ કેટલીક મેડિકલ કોલેજોના પેરામીટરમાં હેરફેર કરીને માન્યતા અને કોર્સની મંજૂરી લેવામાં કર્યો. દરોડા જે જગ્યાએ પાડવામાં આવ્યા તેમાં 7 મેડિકલ કોલેજના પરિસર અને એફઆઇઆરમાં લખેલા ઘણા વ્યક્તિઓના સ્થળનો સમાવેશ થાય છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે….
વધુ વાંચો- Cyclone Senyar: આવી રહ્યું છે ચક્રવાત સેન્યાર… આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર


