By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવ પદ ધરીયે ધ્યાન, અલુણાં નવ પદ ધરીયે ધ્યાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

નવ પદ ધરીયે ધ્યાન, અલુણાં નવ પદ ધરીયે ધ્યાન

agragujaratnews
Last updated: 2023/10/12 at 4:18 AM
2 years ago
Share
નવ પદ ધરીયે ધ્યાન, અલુણાં નવ પદ ધરીયે ધ્યાન
SHARE

  • નવ પદની ઓળીની આરાધના અત્યાર સુધી ઘણાબધાએ કરેલી છે, પણ સૌથી વધારે પ્રસિદ્ધ ઉદાહરણ મયણા અને શ્રીપાલનું છે

આસો સુદ છઠ્ઠથી આસો સુદ પૂનમ સુધીના દિવસો અને ચૈત્ર સુદ છઠ્ઠથી પૂનમ સુધીના નવ દિવસોનું મહત્ત્વ ઘણું હોય છે. જૈનો એને નવ પદજીની ઓળીના દિવસો કહે છે. આ દિવસોમાં ઘણા જૈનો આંબેલ કરતા હોય છે. આંબેલ એટલે સામાન્ય રીતે રસનો ત્યાગ અને તે પણ દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું.

રસનો ત્યાગ એટલે ચા-દૂધ પણ લઈ શકાય નહીં. દહીં, ઘી, ખાંડ કે ગોળ આંબેલમાં વાપરવાનાં ન હોય. ટૂંકમાં, રસ અને કસનો સર્વથા ત્યાગ કરવાનો હોય અને છતાં લાખો જૈન આવા આંબેલ કરીને આરાધનાઓ કરતા હોય છે.

નવપદમાં નવે દિવસ અલગ અલગ પદનાં હોય છે. પહેલા દિવસે અરિહંત પદનો મહિમા હોય છે. પછી ક્રમશ: સિદ્ધ પદ, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, સાદું પદ અને એ પછી ચાર ગુણો એટલે કે જ્ઞાન પદ, દર્શન પદ, ચારિત્ર પદ અને પછી તપ પદ આ રીતે નવ પદની ઉપાસના કરવામાં આવે છે. નવ દિવસના આંબેલ તો ઘણા બધા જૈનો કરતા હોય છે. કેટલાક તો સો દિવસના આંબેલ ઉપર એક ઉપવાસ કરવાવાળા પણ મહાપુરુષો હોય છે. એમાં એવું હોય છે કે એક આંબેલ ઉપર એક ઉપવાસ પછી બે આંબેલ ઉપવાસ, ત્રણ આંબેલ ઉપવાસ આ રીતે વધતા વધતા સો આંબેલ ઉપર એક ઉપવાસ આવું તપ પણ ઘણા લોકો કરતા હોય છે. આને `વર્ધમાન તપની ઓળી’ કહેવાય છે. આ વર્ષમાં જેણે સો ઓળી પૂર્ણ કરેલી હોય એવા પણ ઘણા મહાત્માઓ હશે.

સાધુ-સાધ્વીજીઓ આટલું મોટું-લાંબું તપ કરે, વિહારમાં આયંબિલ શાળાની વ્યવસ્થા ન હોય તો લૂખી રોટલી અને તમારા માટે બનાવેલી દાળ કઢાવી રાખે, એ વાપરીને આંબેલ કરવાનાં હોય. સાથેસાથે વિહાર પણ કરવાના હોય.

આવા વિશિષ્ટ આરાધનાના દિવસો આવે છે. તમારી નજીકના કોઈ પણ આંબેલ ભવનમાં જઈને આવા આંબેલના તપસ્વીનાં દર્શન કરવાં જેવાં ખરાં એમની પાસે જઈને પુછાય કે આપ આટલા લાંબા દિવસો સુધી આ દૂધ વગર લૂખા આહારથી કેવી રીતે ચલાવી શકો છો? જીભ તો તમારી પાસે પણ અમારા જેવી જ દેખાય છે તો એ સ્વાદિષ્ટ આહારની ડિમાન્ડ કરતી નથી?

આવા તપસ્વીઓને આપણે વંદન કરીએ. જે પોતે ખાય તો છે જ, પણ છતાંય જીભ રાજી થાય એવું નહીં જ ખાવાનું. આત્માને રાજી કરાવે એવું જ આપણા પેટમાં નાંખવાનું.

આત્મા રાજી થાય પછી બીજું જોઈએ જ શું? નાનાં ભૂલકાં પણ આંબેલ કરતાં હોય. જેમને ચોકલેટો અને જંકફૂડ વગર ચાલે નહીં. આખો દિવસ કંઈ ને કંઈ ઓરવા જોઈએ જ એવા નાનાં નાનાં બાળકો પણ આંબેલ કરતાં હોય એ જોઈને એમના માટે આપણને અહોભાવ થયા વગર રહે નહીં.

આ નવ પદની ઓળીની આરાધના અત્યાર સુધી ઘણાબધા મહાપુરુષોએ કરેલી છે, પણ સૌથી વધારે પ્રસિદ્ધ ઉદાહરણ મયણા અને શ્રીપાલનું છે.

મયણા રાજકુમારી છે. પિતા અભિમાની છે. એ રાજા એટલે એને એવું અભિમાન કે રાજા જે કરે એમ જ થાય. મયણા કહે છે, પુણ્ય હોય તો થાય. પુણ્ય ન હોય તો રાજા ગમે તે કરે કંઈ ફરક ન પડે. રાજા એના વિધાનને સુધારવા કહે છે, પણ એ કર્મના સિદ્ધાંતને પોતાના જીવનમાં ઉતારવાવાળી હતી. એ દૃઢ રહી.

રાજાએ એક કોઢિયા સાથે એનાં લગ્ન કરાવ્યાં. `લે, તારા કર્મમાં આવો પતિ છે. એ ડરી નહીં. ડગી નહીં. બીજા દિવસે ગુરુ મહારાજને વંદન કરવા પોતાના પતિને લઈને ગઈ. એ સમયે ગુરુદેવે એમને આ નવ પદની ઓળીની આરાધના કરવાનો ઉપદેશ આપ્યો.’

આરાધનાના પ્રતાપે એનો કોઢ રોગ દૂર થયો અને કેટલાં બધાં રાજ્યનો એ માલિક બને છે. જોકે, એની કથા બહુ લાંબી છે.

આ આંબેલ તપ પણ પ્રભાવશાળી છે, એનો મહિમા ઘણો છે. માંગલિક તરીકે પણ આવા આંબેલનું તપ કરતા હોય છે. ક્યારેક ઉપવાસ કરતાં પણ આનું મહત્ત્વ વધારે આંકવામાં આવે છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 7 hours ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?