- ક્ષત્રિય સમાજના વિવાદનો અંત લાવવા મળશે બેઠક
- ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે કરશે બેઠક
- અમદાવાદ રાજપૂત ભવન ખાતે મહત્વની બેઠક મળશે
પરશોત્તમ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજ વિશેની ટીપ્પ્ણીના વિવાદનો અંત લાવવા બેઠક મળશે. જેમાં ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરશે. તેમજ બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે. તથા અમદાવાદ રાજપૂત ભવન ખાતે મહત્વની બેઠક મળશે.
રાજકીય આગેવાનો બીજી બેઠકમાં હાજર રહેશે
રાજકીય આગેવાનો બીજી બેઠકમાં હાજર રહેશે. જેમાં ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા કરશે. લોકસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે પરશોત્તમ રૂપાલાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાજપૂત-ક્ષત્રિય સમાજની બેઠક મળશે. ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળશે. ક્ષત્રિય સમાજની બેઠકમાં આંદોલનને લઈ ચર્ચા થશે. તથા રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. સંકલન સમિતિમાં આંદોલન મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. જેમાં અનેક પુરુષ તથા મહિલા આગેવાનો બેઠકમાં હાજર રહેશે.
મતદાન સમયે સમાજની તાકાતનો પરચો બતાવવાની ચીમકી
રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટીપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તમામ મોરચે વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની ટિકીટ બદલવાની માંગણી કરવાની સાથે સમગ્ર રાજ્યમાં મતદાન સમયે સમાજની તાકાતનો પરચો બતાવવાની ચીમકી ઉચ્ચારી છે.


