મેઘરાજાએ ઉપલેટા પંથકને વરસાદથી ધમરોળી નાખ્યો છે. ઉપલેટા તાલુકામાં અતિવૃસ્ટીથી ગ્રામ અને શહેરી કક્ષાએ અનેક લોકો પાણીમાં ફસાયા હતા. ખેતીની પણ આ વરસાદ તારાજી સર્જી હોવાનું ખેડુતોનું માનવું છે. સમગ્ર ઉપલેટા તાલુકાના ખેડુતો આ વરસાદની લીલા દુકાળ તરીકે મુલવી રહ્યા છે. બીજી બાજુ ઉપલેટા તાલુકાના ત્રણ ડેમ એવોરફલો થતા પીવા અને સિંચાઇના પાણીની સમસ્યામાંથી લોકોને છુટકારો મળ્યો છે. મોટી પાનેલીનો ફુલઝર ડેમ, ગધેથડ પાસેનો વેણુ ડેમ, ભાયાવદર પાસેનો મોજ ડેમ મોજથી છલાકાઇ જતા પાણીની સમસ્યા હળવી બની છે.