By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્રમાં મેઘસવારી, વેરાવળ, લોધિકામાં 5.50, મેંદરડામાં 5, માળિયા, લાઠિ, ધોરાજીમાં 4 ઇંચ, રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં મેઘસવારી, વેરાવળ, લોધિકામાં 5.50, મેંદરડામાં 5, માળિયા, લાઠિ, ધોરાજીમાં 4 ઇંચ, રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ

agragujaratnews
Last updated: 2024/07/10 at 7:33 PM
2 years ago
Share
સૌરાષ્ટ્રમાં મેઘસવારી, વેરાવળ, લોધિકામાં 5.50, મેંદરડામાં 5, માળિયા, લાઠિ, ધોરાજીમાં 4 ઇંચ, રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ
SHARE

જામનગરમાં વીજળી પડતા ત્રણના મોત : ભારે બફારા બાદ વરસાદથી લોકોએ ટાઢક અનુભવી

છેલ્લા બે દિવસ અસહ્ય બફારા બાદ મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સવારી કરી છે. છેલ્લા 24 કલાકમાં દોઢ થી 5.50 ઇંચ વરસાદથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. અસહ્ય બફારા બાદ સચરાચર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. રાજકોટમાં મંગળવારે આખો દિવસ બફારા રહ્યા બાદ મેઘરાજાએ એકથી સવા ઇંચ જેટલું વરસી લોકો અને ધરાને ભીંજવી નાખ્યા હતા. સાંજ સુધીમાં હળવા ઝાપડા ચાલુ રહ્યા હતા. રામાપીર ચોકડી, નાણાવટી ચોક, બી.આર.ટી.એસ રૂટ, રૈયા રોડ, જે.કે.ચોક, નાના મવા સર્કલ, રૈયા ગામ વગેરે સ્થળે પાણી ભરવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટમાં મધ્યઝોનમાં 28 મીમી, ઇસ્ટઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો.

મૌસમ વિભાગે ગઈકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કોઈ આગાહી કરી ન્હોતી પરંતુ, આજે સવારે દક્ષિણ ગુજરાત  ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમ સક્રિય બનતા મેઘરાજાનું જોર એકદમ વધી ગયું હતું. સૌરાષ્ટ્ર ઉપર આજે બપોર પછી ધોધમાર વરસાદ વરસાવ્યો  હતો. અગાઉ વ્યાપક વરસાદમાં વાવણી થયા બાદ કેટલાક દિવસના એકંદરે વિરામ,વરાપ બાદ આજે વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. રાજ્યના ૧૪૦ તાલુકામાં રાત્રિ સુધીમાં વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ રાજકોટ નજીકના લોધિકા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલું પાણી વરસી જતા ધસમસતા પાણી વહેતા થયા હતા. સાંજે ચાર થી છ બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. 

જ્યારે પાટણ-વેરાવળ માં સાંજે ૬ સુધી માત્ર અર્ધો ઈંચ વરસાદ બાદ ૬થી ૮ બે કલાકમાં જ સવા ચાર ઈંચ વરસાદ થયો હતો. અમરેલીના લાઠીમાં સાંજે ૪ થી ૮ કલાક દરમિયાન ચાર ઈંચ વરસાદ, બગસરામાં બે કલાકમાં બે ઈંચ થી ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  મેંદરડા અને તળાજામાં પણ બે કલાકમાં રાત્રે આઠ સુધીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસ્યો ત્યાં એક સામટો વરસતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયા હતા. વરસાદ સાથે વિજળીના પ્રચંડ કડાકા ભડાકા થયા હતા અને જામનગર પંથકમાં વિજળીએ બે ખેડૂત અને એક મહિલા સહિત ત્રણનો જીવ લીધો હતો. 

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા (ઉ.વ.૫૫) પોતાની વાડીએ બપોરના 4.30 વાગ્યે હતા ત્યારે વિજળી પડતા તેઓનું તત્કાળ મૃત્યુ થયું. તાલુકાના નરમાણા ગામમાં દેવરખી અરજણ ડાંગર નામના ખેડૂત યુવાન ઉપર પણ વિજળી પડતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી  ગયો હતો.આ ઉપરાંત જામનગર તાલુકાના દોઢિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનીષાબેન નામની શ્રમજીવી મહિલા ઉપર વિજળી પડવાથી તેનું મોત નીપજ્યું હતું. ખેતીકામ કરતા અલ્પેશ નામના ૧૮ વર્ષના યુવાન પર વિજળી પડતા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે ખસેડાયેલ છે. પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગરના લાલપુરના પ્રવેશદ્વાર પર વિજળી ત્રાટકી હતી પણ સદ્ભાગ્યે ત્યાં કોઈને ઈજા ન્હોતી પહોંચી. 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ૧૯૨ વિજ થાંભલાઓને નુક્શાન થયું હતું અને ૨૦થી વધુ ગામોમાં વિજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. કેતીવાડીના ૪૭ સહિત ૫૫ ફીડરમાં ફોલ્ટ સર્જાયો હતો. જેમાં સૌથી વધુ જામનગરમાં ૭૦, જુનાગઢ જિલ્લાના ૫૮, ભાવનગરના ૩૭, પોરબંદરના ૧૬ સહિત ૧૯૨ વિજથાંભલાને નુક્શાન થયું છે અને  ૨૦ ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતા. 

સત્તાવાર સૂત્રો અનુસાર સૌરાષ્ટ્રમાં ૫૦થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટ જિ.ના ધોરાજીમાં બપોર પછી ૨ થી ૪ વચ્ચે બે કલાકમાં અઢી ઈંચ સાથે આશરે સાડાત્રણ ઈંચ, લાઠીમાં સાંજે ૪ થી ૮ ચાર કલાકમાં સાડાત્રણથી ચાર ઈંચ, બગસરામાં અઢી ઈંચ, તાલાલામાં સાંજ સુધી હળવા ઝાપટાં બાદ બે કલાકમાં બે સહિત અઢી ઈંચ, જુનાગઢના વિસાવદર,મેંદરડામાં અઢી ઈંચ, કુંકાવાવ વડિયા, ગોંડલ, માળિયા હાટીના, સૂત્રાપાડા સહિત વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદથી માધાપર ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મૂશ્કેલી વેઠવી પડી હતી. સાંજના સમયે લોકોની અવરજવર વધારે રહેતી હોય છે ત્યારે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આમરણ વિસ્તારમાં રાત્રિના એક કલાકમાં વિજળીના કડાકાભડાકા સાથે બે ઈંચ પાણી વરસી ગયું હતું.  ઉપરાંત રાણવાવ, માળિયા મિયાણા, ઉના, જેતપુર, જાફરાબાદ, ગીર ગઢડા, કલ્યાણપુરમાં એકથી દોઢ ઈંચ તેમજ ભાણવડ, થાનગઢ, વાંકાનેર, લાલપુર, અમરેલી, ધ્રોલ, બાબરા, કોડીનાર, ઉપલેટા, કેશોદ, ચોટીલા, લિલીયા, જોડિયા, બોટાદ, સાયલા, જામનગર, જુનાગઢ શહેર સહિત વિસ્તારોમાં અર્ધાથી એક ઈંચ સહિત વ્યાપક વરસાદ રહ્યો હતો જે મૂજબ આગાહી ન્હોતી. 

જુનાગઢમાં રાત્રે આઠ વાગ્યા પછી પણ વરસાદનું જોર વધ્યું હતું અને રાત્રિના ૧૦ સુધીમાં માળિયા હાટીના ૪ ઈંચ, મેંદરડા તાલુકામાં ૪.૫૦થી પાંચ ઈંચ, કેશોદમાં ૩ ઈંચ, માંગરોળ અને માણાવદરમાં અઢી ઈંચ, જુનાગઢમાં દોઢ ઈંચ  વરસાદથી સોરઠ પંથક વધુ એક વાર જળબંબાકાર થયો હતો. આ પહેલા પણ ત્યાં ભારે વરસાદ વરસ્યો છે. મોરબી જિલ્લામાં ગત મોડી રાત્રે અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને મચ્છુ-૩ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. 

ખંભાળિયા જિલ્લામાંના કેટલાક ગામોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો. રાજકોટના ધોરાજી તાલુકામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ગોંડલ

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન

Editor By Editor 5 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?