- ખેતી, ઉદ્યોગ, શિક્ષણ, આવાસ સહિતના ક્ષેત્રોમાં વાર્ષિક ક્રેડિટ પ્લાન રજૂ કરાયો
- સૌથી વધુ ખેતી માટે રૂપિયા 7,884 કરોડનું
- ધિરાણની જોગવાઈ કરવામાં આવી છે
મહેસાણા જિલ્લા બેન્કર્સ કમિટીની ત્રિમાસિક બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં લીડ બેંક ઓફીસ દ્વારા વર્ષ-2024-25માં ખેતી, ઉદ્યોગ, શિક્ષણ, આવાસ સહિતના અન્ય ક્ષેત્રોમાં રૂ.12,500 કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ (દ્બઝ્રઝ્ર) માટે રૂ.3,800 કરોડ, મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ.1,300 કરોડ, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટકચર માટે રૂ.500 કરોડ, અનસીલરી એકટીવીટી માટે રૂ.2,284 કરોડ, એમએસએમઈ સેકટર માટે રૂ.4,200 કરોડ, પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એકસપોર્ટ શિક્ષા, હાઉસીંગ, રિન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ.416 કરોડનું લક્ષ્યાંક છે.
લીડ બેંક મેનેજર રાજેન્દ્રકુમાર બારૈયાએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ઉપલબ્ધ ક્ષમતા અને સંભાવનાઓને અને બેંકો સરકારી વિભાગો અને જિલ્લામાં વિકાસકાર્યો સહિતની બાબતોને ધ્યાને રૂ.12,500 કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન વર્ષ-2024-રપ માટે તૈયાર કરાયો છે. 2024-રપમાં રૂ.12,500 કરોડ પૈકી સોથી વધારે ખેતી માટે રૂ.7,884.40 કરોડ, ઉદ્યોગ, હાઉસીંગ, શિક્ષણ, સોલર ઊર્જા સહિતના બાકી ક્ષેત્રોમાં રૂ.4,615.60 કરોડનું ધિરાણની જોગવાઈ કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.હસરત જસ્મીન, લીડ બેંક મેનેજર રાજેન્દ્રકુમાર બારૈયા, રીજનલ હેડ બેંક ઓફ બરોડા એસ.કે.રાણા, યુનીયન બેંક ઓફ ઈન્ડીયા અંકુર સરાફ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દેવીપ્રસાદ મોહંતી, આરબીઆઈ એલડીઓ હિમાંશુ આનંદ, નાબાર્ડ એજીએમ રાહુલ પાટીલ, ડાયરેકટર લલીતકુમાર મીના સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


