મહેસાણા-ઊંઝા હાઇવે પર ભાન્ડુ પાસે લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમા હોટલમાં કામ કરતા બે તરુણને મુકત કરવામાં આવ્યા હતા.
તો બન્ને તરુણના આધાર કાર્ડ,અભ્યાસની વિગતો,કામનો સમય સહીત બાબતોની પૂર્તતા માટે હોટલને નોટીસ ફ્ટકારવામાં આવી હતી.લેબર ડિપાર્ટમેન્ટની કાર્યવાહી પગલે મહેસાણા શહેર સહીત જિલ્લામાં તરુણો પાસે મજૂરી કરાવતા તત્વોમાં ફ્ફ્ડાટ પ્રસર્યો હતો. મહેસાણા જિલ્લા શ્રમ અધિકારી ડોલીબેન પરમાર,એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ,જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન દ્વારા મહેસાણા-ઊંઝા હાઇવે પર ભાન્ડુ પાસે હોટલ એકમો પર બાળ મજૂરી સંબંધિત તેમજ એકમો દ્વારા રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે બાબતની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.જેમાં ભાન્ડુ પાસે સહયોગ હોટલ ખાતે રાજસ્થાનના બે તરુણ મજૂરી કરતા જણાઈ આવ્યા હતા.તેમાં શ્રમ અધિકારીએ બન્ને તરુણના આધાર કાર્ડ માંગતા હોટલ સંચાલકે આધાર કાર્ડ ઉપલબ્ધ ના કરાવી શકતા ટીમે બન્ને તરુણને હોટલ પરથી મુક્ત કરાવી બન્નેના મેડીકલ કરાવવાના હોય બન્ને તરુણોને બાળ રિમાન્ડ હોમમાં મોકલ્યા હતા. તો હોટલ સંચાલકને નોટીસ આપી વધુ વિગતો રજુ કરવા તાકીદ કરી હતી.


