મહેસાણાના બહુચરાજીમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લીધો છે અને યુવકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો, સારવાર દરમિયાન યુવક સુરેશ ઠાકોરનું મોત થયું છે. મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરના ત્રાસ યથાવત વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે, બહુચરાજીમાં તોફાને ચઢેલી એક ગાયે સુરેશજી ઠાકોરને શિંગડાથી અને પગની લાતોથી મૂઢ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
મહેસાણાના બહુચરાજીમાં રખડતા ઢોરના કારણે એકનું મોત
સુરેશજી ઠાકોરને ગાય પાછળ પડતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતુ, તો ગાયે ગીતાબેન ઠાકોરને પણ શિંગડા મારતા ગંભીર ઈજા થઈ હતી, અગાઉ પણ આજ વિસ્તારમાં ગાયે એક વૃદ્ધને ગળેથી પકડીને ઉંચકીને પછાડ્યો હતો, આવી અનેક ઘટનાઓ સામે આવી તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું
મોરબીમાં રખડતા ઢોરને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 08222-220551 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


