- મોડી રાત્રે સિંધુ ભવન રોડ પર અકસ્માત
- મર્સિડીઝ ગાડીએ બે કારને લીધી અડફેટે
- મર્સિડીઝ અને ઓડી કારે કર્યું હતું રેસિંગ
અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. જેમાં રેસિંગના ચક્કરમાં એક સાથે બે ગાડીઓનો અકસ્માત થયો છે. મોડી રાત્રે સિંધુ ભવન રોડ પર અકસ્માત થયો હતો. જેમાં મર્સિડીઝ ગાડીએ બે કારને અડફેટે લીધી હતી. તેમાં મર્સિડીઝ અને ઓડી કારે રેસિંગ કર્યું હતું.
શહેરમાં ફરી વખત નબીરાઓ બેફામ બન્યા
શહેરમાં ફરી વખત નબીરાઓ બેફામ બન્યા છે. જેમાં મોડી રાતે સિંધુ ભવન રોડ પર અકસ્માત થયો હતો. શહેરમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના બાદ પણ નબીરાઓ સુઘરતા નથી. તથ્યની દિવાલી જેલમાં છતાં નબીરાઓ ગેલમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા.
રાત્રે બેફામ-પૂરઝડપે આવતી મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો
સિંધુભવન રોડ પર મોડી રાત્રે બેફામ-પૂરઝડપે આવતી મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મીટર જેટલી ઢસડાતી રહી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


