- કાલે સવારે ગાઢ ધુમ્મસ બાદ બપોરે વરસાદની શક્યતા
- આજે સામાન્ય કરતાં એક ડિગ્રી નીચું રહ્યું તાપમાન
- દિલ્હીનો જાફરપુર વિસ્તાર સૌથી ઠંડો રહ્યો હતો
દિલ્હીમાં આવતીકાલ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે બુધવારે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, દિવસ દરમિયાન ભારે પવન અને વરસાદની સંભાવના છે. આ સાથે જ મંગળવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો. દિવસ દરમિયાન તાપમાનનો પારો પણ સામાન્ય કરતાં એક ડિગ્રી નીચો રહ્યો હતો.
પ્રાદેશિક હવામાન કેન્દ્ર, નવી દિલ્હી અનુસાર, મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું છે. લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દિલ્હીનો જાફરપુર વિસ્તાર સૌથી ઠંડો રહ્યો હતો. અહીં મહત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે ગુરુવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 5 ફેબ્રુઆરી સુધી ધુમ્મસ યથાવત રહેવાની આગાહી કરી છે. 1લી અને 3જી ફેબ્રુઆરીએ હળવા ઝરમર વરસાદની શક્યતા છે.


