લીઓનીડસ ઉલ્કાવર્ષા મધ્યરાત્રિ અને પરોઢીયે જોવાનો અદ્ભૂત નજારો
અગ્ર ગુજરાત, રાજકોટ
દુનિયાભરમાં આગામી 3૦ નવેમ્બર સુધી અવકાશી લીઓનીડસ ઉલ્કાવર્ષાનો રોમાંચક નજારો ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો નિહાળી શકશે. દુનિયાભરના લોકો ઓક્ટોબરમાં ડેક્રોનીક્સ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી અને ૧ તથા ૨ નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષાનો રોમાંચક નજારો નિહાળી ખગોળીય વિજ્ઞાનની અનુભુતી કરી હતી.
ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા જણાવ્યા મુજબ દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બરના પ્રારંભથી તા. 3૦મી સુધી સિંહ રાશીની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભુત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧૫ થી ૪૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો અવકાશમાં રચાય છે. સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્દ્ર બિન્દુ સિંહ રાશીમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે. આ અવકાશી નજારાને નિહાળવાનો શ્રેષ્ઠ સમય મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો ગણાય છે.
જાથા દ્વારા રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ ભુજ, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડિસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવાગઢ, ગોધરા વગેરે જગ્યાએ બે દિવસીય મધ્યરાત્રી અને પરોઢે આ અવકાશી નજારા જોવા ઇચ્છુકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રાજુ યાદવ, દિનેશ હુંબલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોષી, વિનોદ વામજા, કાલાવાડના ભરત રાઠોડ, પ્રકાશ મનસુખભાઇ, રવિ પરબતાણી, નિર્મળ મેત્રા, ભોજાભાઇ ટોયટા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ઉલ્કાવર્ષા સંબંધી વધુ માહિતી માટે (98252 16689) (94269 80955) પર સંપર્ક કરવો.



