- રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી
- 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ થશે શરૂ
- 7 થી 10 જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસુ શરૂ થઈ શકે
રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી કરાઇ છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ શરૂ થશે. તેમજ 7 થી 10 જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસુ શરૂ થઈ શકે છે. તથા ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
14થી 18 જૂન વચ્ચે આંધી – વંટોળ સાથે વરસાદની આગાહી
14થી 18 જૂન વચ્ચે આંધી – વંટોળ સાથે વરસાદની આગાહી છે. તથા 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રના વરસાદની સંભાવના છે. તેમજ રાજ્યમાં 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 25 મે સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધશે. તથા મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી પાર જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રી પાર જશે. તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે.
20 થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
20 થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તથા કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા સાથે 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા છે. તેમજ 14-18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે તેમાં કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી કરાઇ છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસુ શરુ થશે.


