- નોઈડા મેટ્રો રેલ કોર્પેરેશન બોર્ડની બેઠકમાં ડીઆરપીને મંજૂરી
- નવા મેટ્રો કોરિડોરમાં 11 મેટ્રો સ્ટેશન, રૂ. 2,991.60 કરોડના ખર્ચે
- નવા મેટ્રો કોરિડોરની લંબાઈ 17 પોઈન્ટ, 435 કિલોમીટર હશે
ગ્રેટર નોઈડા વેસ્ટમાં રહેતા હાઉસિંગ સોસાયટીના લોકો લાંબા સમયથી નોઈડા એક્સ્ટેંશનમાં મેટ્રોની માંગ કરી રહ્યાં હતાં. જેના માટે નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશને નવા મેટ્રો કોરિડોર માટે ડીપીઆર તૈયાર કર્યો હતો, જેને NMRCની બોર્ડ મીટિંગમાં મંજૂરી આપવામાં આવી છે. ગ્રેટર નોઈડા વેસ્ટમાં રહેતા લોકોને બહુ જલ્દી મોટી ભેટ મળવા જઈ રહી છે. નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે NMRC ખૂબ જ ટૂંક સમયમાં નોઈડાને ગ્રેટર નોઈડા વેસ્ટ (નોઈડા એક્સ્ટેંશન) સાથે જોડતાં નવા મેટ્રો કોરિડોરનું નિર્માણ કાર્ય શરૂ કરશે, જે નોલેજ પાર્ક 5 સુધી વિસ્તારવામાં આવશે. આ માટે NMRCની બોર્ડ બેઠકમાં DPRને મંજૂરી આપવામાં આવી છે.
નવા મેટ્રો કોરિડોરમાં 11 મેટ્રો સ્ટેશન, રૂ. 2,991.60 કરોડના ખર્ચે
નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશને નવા મેટ્રો કોરિડોર માટે ડીપીઆર તૈયાર કર્યો હતો. જેને NMRCની બોર્ડ મીટિંગમાં મંજૂરી આપવામાં આવી છે. આ નવા મેટ્રો કોરિડોરમાં લગભગ 11 મેટ્રો સ્ટેશન ઉમેરવામાં આવશે. જે રૂ. 2,991.60 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જે નોઇડાને ગ્રેટર નોઇડા વેસ્ટથી નોલેજ પાર્ક 5 સાથે જોડશે. આ સમગ્ર નવા મેટ્રો કોરિડોરની લંબાઈ 17 પોઈન્ટ 435 કિલોમીટર હશે.
નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશન અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન
મહત્ત્વની વાત એ છે કે, દિલ્હીથી સીધા ગ્રેટર નોઇડા વેસ્ટ તરફ જતાં લોકોને પણ આ નવા મેટ્રો કોરિડોર દ્વારા મોટી રાહત મળશે, કારણ કે નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશન અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) બંનેએ સેક્ટર 61 બ્લુ લાઇનને આમાં કન્વર્ટ કરવા માટે વાટાઘાટો કરી છે. આ બ્લૂ લાઈનને નવા મેટ્રો કોરિડોરની સાથે જોડવાની યોજના બનાવવામાં આવી છે. એક્વા પર સેક્ટર 51 સાથે જોડાતા, આ મેટ્રો કોરિડોર સેક્ટર 61 થી શરૂ થશે, જે એક્વા લાઈને અને બ્લુ લાઇન માટેનું ઇન્ટરચેન્જ હશે, ત્યારબાદ આ મેટ્રો કોરિડોર ગ્રેટર નોઇડા વેસ્ટથી સેક્ટર 70 થઇને ગ્રેટર નોઇડા નોલેજ પાર્ક 5 સુધી વિસ્તરશે અને સેક્ટર 122 સુધી જશે.
આ સ્ટેશનો હશે નવા મેટ્રો કોરિડોર પર
સેક્ટર 51 (પહેલેથી જ એક્વા લાઇન સ્ટેશન છે)
1) નોઇડા સેક્ટર 61 (અહીં નવા મેટ્રો કોરિડોરમાં બ્લુ લાઇન અને એક્વા લાઇનનું ઇન્ટરચેન્જ બનાવવામાં આવશે)
2) નોઇડા સેક્ટર 70
3) નોઇડા સેક્ટર 122
4) નોઈડા સેક્ટર 123
5) ગ્રેટર નોઈડા સેક્ટર 4
6) ઇકોટેક 12
7) ગ્રેટર નોઈડા સેક્ટર 2
8) ગ્રેટર નોઈડા સેક્ટર 3
9) ગ્રેટર નોઈડા સેક્ટર 10
10) ગ્રેટર નોઈડા સેક્ટર 12
11) ગ્રેટર નોઈડા નોલેજ પાર્ક 5
રસ્તા પર ટ્રાફિકનું પ્રમાણ પણ ઘટશે
આ નવી મેટ્રો લાઇનના નિર્માણથી ગ્રેટર નોઇડા વેસ્ટ એટલે કે નોઇડા એક્સ્ટેંશન ગૌર શહેરની આસપાસના રસ્તાઓ પર ભારે ટ્રાફિકથી રાહત મળશે. તમને જણાવી દઈએ કે, નોઈડા એક્સટેન્શનની મોટી હાઉસિંગ સોસાયટીઓમાં લાખો લોકો રહે છે, જેના કારણે નોઈડા એક્સટેન્શન માટે મેટ્રોની માંગ ઘણા સમયથી થઈ રહી હતી. વસ્તીની વધુ ગીચતાને કારણે, નોઇડા એક્સ્ટેંશન વિસ્તારના લોકોને સવાર-સાંજ ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આ નવો મેટ્રો કોરિડોર લોકોની મુસાફરી માટે તો ઉપયોગી થશે જ પરંતુ તેનાથી રસ્તા પર ટ્રાફિકનું પ્રમાણ પણ ઘટશે.


