યુરોપિયન સંઘના પૂર્વ બ્રેક્ઝિટ સંધીકાર મિશેલ બાર્નિયર ફ્રાંસના નવા વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને 50 દિવસથી ચાલતી રખેવાળ સરકાર પછી શુક્રવારે નવા પીએમની જાહેરાત કરી છે. નવા વડાપ્રધાનની શોધ માટે રાષ્ટ્રપતિ અને તેઓના સહયોગી ઘણા અઠવાડિયા સુધી ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા.
ફ્રાંસમાં એક એવા પીએમની શોધ કરાઈ રહી હતી જે મેક્રોના વિરોધીઓ દ્વારા નવી સરકારને પાડવાનો પ્રયાસને નિષ્ફળ બનાવી શકે. મેક્રોએ પીએમ મિશેલ બાર્નિયરને મોટી જવાબદારી સોંપી છે, આમાં ફ્રાંસને એક કરવાનું અને ચૂંટણી પરિણામ પછી પૈદા થયેલી રાજકીય મડાગાંઠને ઉકેલવાનો છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા એક નિવેદન જારી કરીને વડાપ્રધાન પદ માટે મિશેલ બાર્નિયરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ‘મિશેલને દેશ અને ફ્રેન્ચ લોકોની સેવા કરવા માટે એકીકૃત સરકાર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.’ રાષ્ટ્રપતિ માને છે કે નવા વડાપ્રધાનનો કાર્યકાળ સ્થિર રહેશે, તેમણે એવી જ આશા વ્યક્ત કરી છે.
ફ્રાંસમાં સ્થિર સરકાર ચલાવવી સૌથી મોટી જવાબદારી
મિશેલ બાર્નિયેરની સામે સૌથી મોટો પડકાર સરકારને ટકાવી રાખવાની છે. કારણ કે, આ સરકાર પર હંમેશા અવિશ્વાસ પ્રસ્તાવનો ખતરો તોળાતો રહેતો હોય છે. આ રીતે સંસદમાં રહી બાર્નિયરને સુધારો અને વર્ષ-2025ના બજેટને આગળ ધપાવવાનું છે. બાર્નિયર વર્તમાન સમયમાં 73 વર્ષના થઈ ગયા છે અને ફ્રાંસની આધુનિક રાજનીતિના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન બન્યા છે. જે સૌથી નાની ઉંમરના પીએમ ગ્રેબિયલ એટલનું સ્થાન લેશે. એઠલે 16 જુલાઈ ત્રિશંકુ ચૂંટણી પરિણામ આવ્યા પછી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
મિશેલ બાર્નિયર પાસે લાંબો રાજકીય અનુભવ
મિશેલ બાર્નિયર ફ્રાંસના એક અનુભવી રાજનીતિજ્ઞ છે, તેઓ અલ્પાઈન ક્ષેત્ર હાઉતે-સાવોઈથી આવે છે. બાર્નિયર યુરોપિયન સંઘથી બ્રિટનને અલગ થવાને લઈ ચાલતી વાતચીતના મુખ્ય વાટાઘાટાકાર હતા. 27 વર્ષની ઉંમરમાં જ બાર્નિયર પ્રથમવાર સાંસદ બન્યા હતા, ત્યારબાદ તેઓ વિદેશ મંત્રી, કૃષિ મંત્રી સહિત ફ્રાંસની સરકારમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.ય હાલ છેલ્લા 15 વર્ષથી ફ્રાંસની રાજનીતિથી દૂર થયા હતા અને પોતાનો મોટાભાગનો સમય બ્રસેલ્સમાં યુરોપિયન સંઘના હેડ કવાર્ટરમાં પસાર કરી રહ્યા હતા.


