- વિશ્વની દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફટ આઈટી કંપની ઓનલાઈન ગતિવિધિઓમાં તેજી લાવ્યું છે
- ઈરાનનો હેતુ અમેરિકી ચૂંટણીને અસર કરવાનો હોવાનો દાવો થઈ રહ્યો છે
- અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે
વિશ્વની દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફટે દાવો કર્યો છે કે ઈરાન ઓનલાઈન ગતિવિધિઓમાં ઝડપ લાવી રહ્યું છે. જેનો હેતુ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને અસર કરવાનો હોવાનું લાગી રહ્યું છે. કંપનીએ કહ્યું કે આ મામલે ઈ-મેઈલ ફિશિંગ હુમલાથી રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર અભિયાનને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. ખાનગી અથવા ઓનલાઈન ખાતાઓની જાણકારી ચોરવાનો પ્રયાસને ફિશિંગ કહેવામાં આવે છે. આ માટે છેતરપિંડી ધરાવચા ઈ-મેઈલ, સંદેશ, જાહેરાત અથવા આવી સાઈટનો ઉપયોગ કરવામાં આવે છે જે આ સાઈટની જેવી જ દેખાય છે. જેને પહેલાથી તમે ઉપયોગ કરી રહ્યા છો.
ઈરાને રદિયો આપ્યો
આ દરમ્યાન યુનોના મિશને આ વાતથી ઈનકાર કર્યો છે તે તે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી કરવાનો અથવા સાયબર હુમલો કરવાની કોઈ યોજના છે. વિશ્વની દિગ્ગજ આઈટી કંપનીએ ઈરાનને લઈ કરેલા વિસ્ફોટક દાવામાં અમેરિકામાં અરાજકતા ફેલાવા સિવાય ઈરાનના ઈરાદા અંગે કશું નથી જણાવ્યું. અમેરિકી તંત્રએ જો કે અગાઉ જ સંકેત આપ્યા હતા કે ઈરાન વિશેષ રૂપથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરે છે. રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરાયો છે કે કઈ રીતે રશિયા અને ચીન ભવિષ્યમાં પોતાના ભાગલાવાદી સંદેશને આગળ ધપાવવા માટે અમેરિકી રાજકીય ધ્રુવીકરણનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
આ વાત પર નજર રખાઈ રહી છે
માઈક્રોસોફટના રિપોર્ટમાં ઈરાનમાં તાજેતરની ગતિવિધિઓના ચાર ઉદાહરણોની ઓળખ કરવામાં આવી છે, જે અંગે કંપનીને આશા છે કે નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીના નજીક આવવાની સાથે આમાં વૃદ્ધિ થશે. માઈક્રોસોફ્ટે જણાવ્યું કે તેઓ આ વાત પર નજર રાખે છે. વિદેશી દુશ્મન એઆઈ ટેક્નિકનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ અઠવાડિયે ન્યાય વિભાગે ઈરાન સાથે સંબંધ રાખનાર એક પાકિસ્તાની વ્યકિત વિરુદ્ધ ગુનાહિત આરોપોનો ખુલાસો કર્યો છે, જેની પર ઘણા અધિકારીઓ જેમાં ટ્રમ્પ પણ સામેલ છે. જો કે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા રચવાનો આરોપ છે.
ઈરાન પણ ખુદ શિકાર બન્યું
ઈરાને યુનોના મિશનને મોકલેલા એક ઈ-મેઈલમાં કહ્યું કે, ઈરાન પોતાનું પાયાનું માળખું, જનસેવા કેન્દ્રો અને ઉદ્યોગોને ટાર્ગેટ બનાવતા ઘણા આક્રમક સાયબર અભિયાનોનો ખુદ શિકાર થઈ રહ્યું છે. ઈરાન સાયબર ક્ષમતાઓ સંરક્ષણાત્મક છે. ઈરાનનો સાયબર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી અને ન તો આની કોઈ યોજના છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી એક આંતરિક મામલો છે, જેમાં ઈરાન દખલગીરી નહીં કરે.


