- જિલ્લામાં ખનીજ ચોરીને ડામવા ચેકિંગ અને દરોડાની કાર્યવાહી
- વેલાળામાંથી 50 લાખના વાહનો જપ્ત, વઢવાણમાંથી બે ટ્રક ઝડપાઇ
- ચેકીંગ રેડ કરાતા ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે
થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં કાર્બોસેલની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી, જિલ્લા ખાણ ખનીજની ટીમે સંયુકત રેડ કરી હતી. રેડમાં કાર્બોસેલની ખનીજ ચોરી કરતા જેસીબી, લોડર અને બે ટ્રેકટર અને એક ડ્રીંલીંગ મશીન સહિત 50 લાખનો મુદમાલ જપ્ત કર્યો હતો. બીજી તરફ વઢવાણ તાલુકા ડેપ્યુટી કલેકટર નિરંજન ધુળા અને મામલતદાર એ.એન.શર્મા સહિતની ટીમ ખનીજ ચોરી અટકાવવા માટે ચેકીંગમાં હતી. ત્યારે માળોદ રોડ અને ધરમ તળાવ રોડ ઉપરથી બે અલગ-અલગ બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર નીકળતા ચેક કર્યા હતા. ચેકીંગ દરમિયાન રોયલ્ટી વગરના મળી આવતા 20.25 લાખ રૂપિયાનો મુદમાલ સીઝ કરી વઢવાણ પોલીસ સ્ટેશને સોંપી દીધેલ છે.આમ જિલ્લાભરમાં ખનીજ ચોરી અટકાવવા માટે ચેકીંગ રેડ કરાતા ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.


