- ISI દ્વારા PoKમાં ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર શરૂ
- સોશિયલ મીડિયાના ફેક એકાઉન્ટ પર કાર્યવાહી
- પાકિસ્તાનનો મોટી કાર્યવાહી કરવાના ઈરાદો
છેલ્લા લાંબા સમયથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે . 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ રાજૌરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 જવાન શહીદ થયા હતા. જે પછી ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પૂંછ-રાજૌરીથી લઈને કાશ્મીર ઘાટી સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે મોટી રણનીતિ બનાવવામાં આવી રહી છે.
આ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેમાં ગુપ્તચર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ISI દ્વારા PoKમાં ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યું છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયાના 600થી વધુ ફેક એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં રોકાયેલા છે. આ એકાઉન્ટ્સ દ્વારા પાકિસ્તાન પ્રાયોજિત પ્રચાર ફેલાવવાના પ્રયાસો કરવામાં આવશે.
ગુપ્તચર માહિતી અનુસાર, PoK ના યુવાનોને ફસાવીને આતંક ભડકાવવાનો પ્રયાસ થશે. ભારત સરકારની એજન્સીઓ મામલે ચાંપતી નજર રાખી રહી છે. તેની સામે બહુ જલ્દી મોટા પગલા લેવામાં આવી શકે છે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક મોટી યોજના પર કામ કરી રહ્યું છે, જે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને ખત્મ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરીના પહાડી વિસ્તારમાં આતંકવાદીઓએ ભારતીય સુરક્ષા દળો પર ઘણી વખત હુમલો કર્યો છે. જો કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે. ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, વર્ષ 2018માં 228 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે વર્ષ 2023માં માત્ર 44 આતંકવાદી ઘટનાઓ બની હતી.
ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, વર્ષ 2018માં 189 આતંકવાદી એન્કાઉન્ટર થયા હતા, જ્યારે 2023માં આતંકવાદીઓ સાથે માત્ર 48 એન્કાઉન્ટર થયા હતા. વર્ષ 2018માં પથ્થરમારાની 1221 ઘટનાઓ બની હતી, જ્યારે 2023માં તે ઘટીને શૂન્ય પર આવી હતી. તે જ સમયે, સંગઠિત હડતાલ જે 2018 માં 52 હતી, તે 2023 માં માત્ર શૂન્ય હશે. ગૃહ મંત્રાલય આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિને વધુ અસરકારક રીતે લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.


