- ઇજિપ્તના તુરીન શહેરમાં એક જ દિવસે બે પ્લેન ક્રેશ
- બંને પ્લેન એકબીજાથી 25 માઈલના અંતરે થયા ક્રેશ
- આ વિમાન દુર્ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી
એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે… ઘણી વખત આવા કિસ્સાઓ આપણી સામે આવે છે, જ્યારે આ કહેવત એકદમ સાચી લાગે છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિશે જણાવીશું, જ્યાં આ કહેવત જીવંત બની છે. આ ઘટના ઇજિપ્તના તુરીન શહેરમાં બની હતી, જ્યાં એક જ દિવસે એક કપલ અલગ-અલગ બે સીટર પ્લેનમાં સવાર હતું અને બંને પ્લેન એકબીજાથી 25 માઈલના અંતરે ક્રેશ થઈ ગયા હતા. જો કે આ અકસ્માતમાં બંને બચી ગયા હતા.
કેવી રીતે થયો અકસ્માત?
સ્ટેફાનો પિરિલી (30), અને તેની 22 વર્ષીય મંગેતર એન્ટોનીએટા ડેમાસી 25 માઈલના અંતરે એક જ દિવસે બે અલગ-અલગ વિમાન દુર્ઘટનાઓમાં બચી ગયા હતા. બંનેને સામાન્ય ઈજાઓ થઈ છે. દંપતીએ ઇટાલીના તુરીન નજીક મિત્રો સાથે લંચ પર જવાનું આયોજન કર્યું હતું. જે બાદ બંનેએ એરસ્ટ્રીપ કરવાનો નિર્ણય લીધો હતો.
પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો
એન્ટોનીએટા અને તેનો પાઈલટ એક વિમાનમાં હતા અને સ્ટેફાનો તેના સહપાયલટ સાથે બીજું વિમાન ઉડાવી રહ્યો હતો. પરત ફરતી વખતે બંને પ્લેન ગાઢ ધુમ્મસમાં ફસાઈ ગયા હતા અને મૂંઝવણના કારણે બંને પ્લેન જમીન પર આવતા સમયે ક્રેશ થઈ ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ અકસ્માતમાં બંને લોકો સુરક્ષિત રીતે બચી ગયા હતા.
સ્ટેફાનોએ કહ્યું કે અમે એરસ્ટ્રીપ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અમે ધુમ્મસ અને અંધકારથી ઘેરાયેલા હતા અને અમને ખબર હતી કે નજીકમાં પાવર લાઈન છે, પરંતુ અમને ખબર પડે તે પહેલા અમારું પ્લેન ઘાસના મેદાનમાં ક્રેશ થઈ ગયું. અકસ્માત બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ચારેય લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ પાયલોટ અને કોપાયલોટ પણ ઠીક છે.


