- 72મા મિસ યૂનિવર્સની વિનર બની નિકારાગુઆની શેન્નિસ
- નિકારાગુઆની પહેલી મહિલા છે જે બની મિસ યૂનિવર્સ
- ટોપ 20માં રહી ભારતની શ્વેતા શારદા
મિસ યૂનિવર્સ 2023ના વિનરના નામની આખરે જાહેરાત થઈ ગઈ છે. 72મા મિસ યૂનિવર્સની વિનર નિકારાગુઆની શેન્નિસ પલાસિયોસ બની છે. દુનિયાભરની સુંદર હસ્તીઓને પાછળ છોડીને તેઓએ આ તાજ પોતાના નામે કર્યો છે. મિસ યૂનિવર્સનો ખિતાબ જીતીને તે વધારે ખુશ છે.
ઈમોશનલ થઈ શેન્નિસ પલાસિયોસ
મિસ યૂનિવર્સ 2022ની આર બોનીએ શેન્નિસ પલાસિયોસને તાજ પહેરાવ્યો છે. તાજ પહેરીને શેન્નિસ ઈમોશનલ થઈ હતી. તેની આંખમાં ખુશીના આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે મિસ યૂનિવર્સનો ખિતાબ જીતનારી શેન્નિસ નિકારાગુઆની પહેલી મહિલા છે. આ માટે બ્યૂટી ક્વીનનો ખિતાબ જીતવો તેના માટે ઘણું મહત્ત્વનું છે.
ટોપ 3માં આ સુંદરીઓએ બનાવી જગ્યા
ટોપ 3માં આ વખતે થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સુંદરીઓએ પોતાની ખાસ જગ્યા બનાવી હતી પણ બંનેને પછાડીને શેન્નિસ પલાસિયોસે મિસ યૂનિવર્સ 2023નો તાજ પોતાના નામે કર્યો છે. સૌંદર્ય પ્રતિયોગિતામાં થાઈલેન્ડની એન્ટોનિયા પોર્સિલ્ડ ફર્સ્ટ રનર-અપ રહી જ્યારે ઓસ્ટ્રેલિયાની મોરયા વિલ્સનને સેકંડ રનર અપનો તાજ મળ્યો છે.
ટોપ 20માં રહી ભારતની શ્વેતા શારદા
આ વર્ષે મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ચંડીગઢમાં જન્મેલી શ્વેતા શારદાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓએ ટોપ 20 ફાઈનલિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. જો કે તે તાજ જીતી શકી નથી. આ વર્ષે પાકિસ્તાને પણ પહેલીવાર મિસ યૂનિવર્સ 2023માં ડેબ્યૂ કર્યું હતું.
84 દેશની સુંદરીઓની વચ્ચે યોજાઈ સ્પર્ધા
અલ સલ્વાડોરની રાજધાની સેન સેલ્વાડોરમાં થયેલા 72મા મિસ યૂનિવર્સ 2023ના ભવ્ય કાર્યક્રમમાં 84 દેશની સુંદરીઓએ ભાગ લીધો. તેમાં શેન્નિસ પલાસિયોસને પાછળ છોડીને જીતનો પરચમ લહેરાવ્યો. આ ઉપલબ્ધિને લઈને અનેક અભિનંદન.


