મિસ યુનિવર્સ 2025નું ફિનાલે 21 નવેમ્બરના રોજ બેંકોકમાં થયુ હતુ. જ્યાં મેક્સિકોની ફાતિમા બોશે આ ખિતાબ જીત્યો હતો.
ખિતાબ પરત કરવાની જાહેરાત
મિસ યુનિવર્સ 2025નો કાર્યક્રમ સમાપ્ત થઇ ચુક્યો છે. છતાં તેમાં છેતરપિંડી અને પક્ષપાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશલ મીડિયા પર લોકોએ આ જીતને ડેમેડ કંટ્રોલનું નામ આપ્યુ છે. આ તમામની વચ્ચે એક નામ સામે આવ્યુ છે. અને તે છે ફાઇનલિસ્ટ ઓલિવિયા યાસે કે જેઓએ કોટે ડી આઇવરને રિપ્રેઝેન્ટ કર્યુ હતુ. તેઓએ મિસ યુનિવર્સ આફ્રિકા અને ઓશિનિયા 2025નો ખિતાબ પરત કર્યો છે. ફિનાલેના થોડા દિવસો બાદ જ તેઓએ પોતાનો ખિતાબ પરત કરવાની જાહેરાત કરી છે.
મિસ કોટે ડી આઇવર સમિતિની જાહેરાત
મિસ કોટે ડી આઇવર સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યુ હતુ કે, મિસ યુનિવર્સ સંગઠને સત્તાવાર રીતે સૂચના અપાઇ છે કે, આઇવરી કોસ્ટની સ્પર્ધક ઓલિવિયા યાસે સંગઠન દ્વારા આપવામાં આવેલા કોઇપણ ખિતાબ અને જવાબદારીનો ભાગ નહી રહે. સમિતિએ કહ્યુ હતુ કે, ઓલિવિયા, જો મિસ કોટે ડી આઇવર 2021 રહી ચુકી છે. તેઓ અંગત કારણોસર આ તકમાંથી પાછળ હટી રહ્યા છે. તેઓને આ પદ 21 નવેમ્બર 2025ના રોજ બેંકોકમાં થયેલા 74 મિસ યુનિવર્સ 2025ના ફિનાલે બાદ મળ્યુ હતુ.
ઓલિવિયા યાસે કેમ છોડ્યો ખિતાબ ?
ઓલિવિયાએ ઇન્સ્ટાગ્રામ પર ટાઇટલ પરત કરવા બાબતે પોસ્ટ કર્યુ છે કે, આ ભૂમિકા તેમના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે સુસંગત નથી. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓ સમાન સન્માન અને ગરિમા તથા તકમાં વિશ્વાસ રાખે છે. આ પદ તેમને પોતાની ક્ષમતાઓ સુધી પહોંચા દેતું નથી. કોટે ડી આઇવરનું પ્રતિનિધિત્વ કરી મેં સાબિત કર્યુ છે કે, હું દરેક પરિસ્થિતિનો સામનો કરી શકુ છું. હવે હું પોતાના તમામ પદથી રાજીનામું આપું છું.
ભૂતપૂર્વ જજના ફાતિમાની જીત પર આરોપ
મિસ યુનિવર્સ 2025ની જૂરીનો ભાગ બનેલા લેબનાની ફ્રાંસીસી સંગીતકાર ઉમર હાર્ફૂચે ફિનાલેના 3 દિવસ પહેલા રાજીનામું આપીને સૌને હેરાન કર્યા હતા. વિજેતાના નામની જાહેરાત થતા જ તેઓએ એક પોસ્ટમાં કહ્યુ હતુ કે, મિસ મેક્સિકો એક બનાવટી વિજેતા છે. મેં મિસ યુનિવર્સ 2025ના ફાઇનલ પહેલા જાહેરાત કરી હતી કે, મિસ મેક્સિકો જીતશે. કારણ કે મિસ યુનિવર્સ 2025ના માલિક રાઉલ રોચા ફાતિમા બોશના પિતા સાથે વેપાર કરે છે.


