- રાઈના તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી શરદી થશે ખતમ
- અલોવેરા મિક્સ કરવાથી વાળમાં ચમક આવશે અને ગ્રોથ વધશે
- ફટકડી મિક્સ કરીને લગાવવાથી સ્કેલ્પની એલર્જીને રોકી શકાશે
રાઈનું તેલ એટલે કે સરસિયાનું તેલ હેલ્થ અને વાળને માટે ફાયદારૂપ છે. તેને લગાવવાથી અનેક બીમારીઓ મૂળમાંથી ખતમ થઈ જાય છે. તેમાં રહેલા પોષક તત્વો ઘણા ગુણકારી હોય છે. જો તમે તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવો છો તો તમારી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તો જાણો શું મિક્સ કરવાથી કઈ તકલીફથી રાહત મળશે.
રાઈના તેલમાં કપૂર મિક્સ કરો
સરસિયાના તેલમાં કપૂરને મિક્સ કરીને શરીર પર લગાવવાથી તમને શરદી અને ખાંસીથી રાહત મળશે. તમે તેને છાતી અને પીઠના ભાગે લગાવો. તમને જલ્દી આરામ મળશે.
રાઈના તેલમાં અલોવેરા જેલનો કરો પ્રયોગ
આ તેલમાં તમે અલોવેરા જેલને ભેળવો અને તેને વાળમાં લગાવો. આમ કરવાથી વાળમાં નવી ચમક આવશે અને વાળ લાંબા તથા કાળા બનશે. તમે અઠવાડિયામાં 2 વાર તેને લગાવી શકો છો.
સરસિયાના તેલમાં દહીં મેળવો
આમ કરવાથી તમે શિયાળામાં થતી ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. સ્કેલ્પ પરનું ડેન્ડ્રફ દૂર કરવા માટે આ સરળ અને કારગર નુસખો છે.
સરસિયાના તેલમાં આમળાને મિક્સ કરો
આ તેલમાં તમે આમળાને કાપીને મિક્સ કરો. તેને થોડું ગરમ કરો અને હૂંફાળું તેલ વાળમાં લગાવો. આમ કરવાથી વાળ ખરવાનું બંધ થશે અને વાળને માટે લાભદાયી સાબિત થશે.
તેલમાં ફટકડી મિક્સ કરો
આ તેલમાં ફટકડી મિક્સ કરીને લગાવવાથી સ્કેલ્પની ખંજવાળ, એલર્જીને વધારે નુકસાન થતું અટકાવી શકાય છે. આ માટે વાળમાં તેને લગાવીને રાખો. ફાયદો થશે.