- ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજી કરી નામંજૂર
- નિકોલમાં ધરણા પર બેસવા મુદ્દે નોંધાયો હતો ગુનો
- કાયદો વ્યવસ્થા ન જાળવતાને રાહત ન આપી શકાય:કોર્ટ
વર્ષ 2015 માં પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટમાંથી રાહત મળી નથી. આ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે. ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. જેના પર હજી આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકશે.
આ ઘટના પાટીદાર આંદોલન સમયે નિકોલમાં સમગ્ર કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધાયો હતો. તે સમયે પાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે જણાવ્યું કે, કાયદો વ્યવસ્થા ન જાળવતાને રાહત ન આપી શકાય.
આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી.
સમગ્ર ઘટનામાં 9 લોકો સામે કેસમાં વર્ષ 2018થી જ આ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદની મિરઝાપુર ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. જો કે પાછળથી હાર્દિક પટેલ સામેના અન્ય કેસોમાં જ રાહત આપવામાં આવી હતી. તેની સાથે આ પણ એક કેસ હતો. જેમાં મુક્તિ માટે હાર્દિક પટેલે અરજી કરી હતી, પરંતુ અત્યારે કોર્ટે મૌખિક હુકમ કર્યો છે. જો કે હાલની સ્થિતિએ હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત મળી નથી.


