મોટી પાનેલીમાં લાઇટ ટ્રિપિંગ અવારનવાર બનતા લોકોને ઘણી હેરાનગતીનો સમાનો કરવો પડી રહ્યો છે. લાઇટ ટ્રિપિંગ મુદ્દે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ધોરાજી PGVCLના લાલકિયા અને ભાયાવદર PGVCLના ચોટલીયા પાનેલી ખાતે રજૂઆત કરી આ મુદ્દે રૂબરૂ ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિજળીને સંબંધીત અન્ય સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરાઇ હતી. આ મુદ્દે PGVCLના અધિકારીઓએ આગામી 15 દિવસમાં આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.


