ગરમીના કારણએ જરૂર હશે ત્યાં કુલર મુકાશે : N.C.C. કેડેટ્સની મદદ લેવાશે
રાજકોટ લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ઉમેદવાર તથા તેમના એજન્ટોની ઉપસ્થિતિમાં સવારે 5.30 કલાકે ઈવીએમ નું મોકપોલ કરવામાં આવશે તેમજ જરૂર હશે તેવા મતદાન મથકો ઉપર ગરમીથી બચવા માટે કુલર ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
મતદાનના દિવસે ઈવીએમ મશીનમાં મત આપવામાં આવે તે બરોબર છે કે નહીં તેની ચકાસણી સવારે 5.30 કલાકે ઉમેદવારની હાજરીમાં મોકપોલ કરવામાં આવશે. તેમજ વિધાનસભા દીઠ જયા છાયડાની વ્યવસ્થા નહીં હોય તેવા મતદાન મથકો ઉપર 10 થી 15 કુલર મુકવામાં આવશે. જ્યારે 1092 મતદાન મથકો ઉપર છાયડાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે N.C.C. કેડેટની સેવા લેવા માટે વાતચીત ચાલી રહી છે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


