રાજકોટ શહેરમાં આધુનિક સ્માર્ટ એપ્લાયન્સ પ્રોડક્ટનું અનાવરણ
કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યના હસ્તે અનાવરણ
અગ્ર ગુજરાત, રાજકોટ
TISOSI પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજકોટ ખાતે આયોજિત સ્માર્ટ હોમ એપ્લાયન્સ પ્રોડક્ટ લોન્ચ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાજી તેમજ રમેશભાઈ ટીલાળા દ્વારા કંપની દ્વારા વિકસિત કરવામાં આવેલા નવા અને આધુનિક સ્માર્ટ હોમ એપ્લાયન્સ પ્રોડક્ટ્સનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ TISOSI પ્રાઇવેટ લિમિટેડના સોહમ ટીલારા તથા વિમલભાઈ સીદપરા દ્વારા અપનાવવામાં આવેલી ટેક્નોલોજી અને ઇનોવેશન આધારિત દ્રષ્ટિને બિરદાવતાં જણાવ્યું હતું કે, સ્માર્ટ હોમ એપ્લાયન્સ ક્ષેત્રે આવા નવીન પ્રયાસો આધુનિક જીવનશૈલીને વધુ સુવિધાસભર કાર્યક્ષમ અને ઊર્જા સંચયક બનાવશે. સાથે જ આવા ઉદ્યોગો ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ TISOSI પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અપનાવવામાં આવેલી આધુનિક ટેક્નોલોજી, ઉચ્ચ ગુણવત્તા અને નવીનતા કેન્દ્રિત અભિગમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આવા ઉદ્યોગો આધુનિક જીવનશૈલીને વધુ સ્માર્ટ સુરક્ષિત અને સુવિધાસભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, વેપારીઓ, ડીલર્સ તેમજ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.TISOSI પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવેલા નવા સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સમાં આધુનિક ટેક્નોલોજી, ઊર્જા બચત અને વપરાશકર્તા સુવિધાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.


