મોદી બોર્ડિંગ સ્કૂલ દ્વારા કાલે ઇશ્વરીયા ગામ ખાતે રકતદાન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
ઊનાળાના સખત તાપમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના રકતની સખત અછત હોય ત્યારે જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી મોદી બોર્ડિંગ સ્કૂલ ઇશ્વરીયા દ્વારા તા.૧૪-૪ મંગળવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી, મોદી બોર્ડિંગ સ્કૂલ ઇશ્વરીયા ગામ, કાલાવડ રોડ, મેટોડા, જીઆઇડીસી નજીક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં મોદી સ્કૂલ, રાજકોટ-જામનગર, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.


