- લોકો પણ આ ગાડીનું ઠેર-ઠેર સ્વાગત કરી રહ્યા છે
- ઈમાનદારીની વાતો કરવી અને નેતાઓના ઘરોમાંથી રૂપિયા મળવા
- કોંગ્રેસી નેતા લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી ગયા
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી, જેમાં યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે, મોદી ગાડી સોસાયટી સુધી જઈ લાભ આપી રહી છે. તેની સાથે જ ST બસ સેવા પણ દોડી રહી છે.
નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વાત કરતાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસી નેતા લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી ગયા છે. ત્યાં કરોડો રૂપિયા ચાઉ કરી ઘરમાં ભેગા કર્યા છે. હજુ ગણતરી ચાલુ જ છે. ઈમાનદારીની વાતો કરવી અને નેતાઓના ઘરોમાંથી રૂપિયા મળવા છે. એક તરફ ગરીબોનું જીવન બદલવા માટે કામ કરતી સરકાર છે.
આ ઉપરાંત રાજ્ય સરકારના કામની વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, મોદી ગાડી સોસાયટી સુધી જઈ લાભ આપી રહી છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થઈ થયું છે. લોકો પણ આ ગાડીનું ઠેર-ઠેર સ્વાગત કરી રહ્યા છે.લોકોના જીવન બદલવા માટે કામ કરતી સરકાર કામ કરી રહી છે.
જ્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતાં રાજ્ય સરકારના ગૃહમંત્રીએ જણાવ્યું કે, ઈમાનદારીની વાતો અને નેતાઓના ઘરમાંથી રૂપિયા મળ્યાં છે. એક તરફ ગરીબોનું જીવન બદલવા માટે કામ કરતી સરકાર છે અને લોકોના જીવન બદલવા માટે કામ કરતી સરકાર છે. તમે બંને વચ્ચે ફરક જોઈ શકો છો અને એક માત્ર વાર્તા કરી રહ્યું છે.


