- રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ પીએમ મોદી કીવના પ્રવાસે જશે
- વિદેશ મંત્રાલયે સોમવારે જાણકારી આપી
- મૉસ્કોમાં પુતિન સાથે મુલાકાતના એક મહિના પછી કીવના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કીવના પ્રવાસે જશે. રશિયાની સાથે સંઘર્ષ પછી પીએમ મોદીની યુક્રેનની પ્રથમ યાત્રા છે. મહત્ત્વનું છે કે, પીએમ મોદી મૉસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાતને આશરે એક મહિના પછી આ યાત્રા કરશે. વિદેશ મંત્રાલયે સોમવારે જાણકારી આપતા કહ્યું કે પીએમની યુક્રેન યાત્રા અંગે વધુ જાણકારી પછી આપવામાં આવશે.
પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો મૂક્યા
વર્ષ-2022માં યુક્રેન પર હુમલો કર્યા પછી પશ્ચિમી દેશોએ મૉસ્કો પર આકરાં પ્રતિબંધો લાદી દીધા છે, પરંતુ ભારત અને ચીન જેવા મિત્ર દેશઓ તેની સાથે વેપાર ચાલુ રાખ્યો છે.
રશિયાને યુદ્ધ માટે દોષિત ઠેરવવા ભારતે મૌન સેવ્યું
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ માટે ભારતને રશિયાને સીધી રીતે દોષિત ઠેરવવવામાં ના પાડી હતી. ભારત સરકારે પાડોશી દેશો સાથે વાતચીત અને કૂટનીતિથી સંઘર્ષને ઉકેલવા આગ્રહ કરતું રહ્યું છે.
ભારતે પોતાના જૂના મિત્ર રશિયા સાથે સંબંધો યથાવત્ રાખ્યા
અમેરિકાએ રશિયાની સાથે ભારતના સંબંધો પર ચિંતા વ્યક્ત કરી છે. વિશેષ કરીને આવા સમયે જ્યારે વોશિંગ્ટન ભારતની સાથે સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તે ચીનના વધતા પ્રભાવને ઓછો કરી શકે. પરંતુ ભારત પોતાના જૂના મિત્ર રશિયાની સાથે સંબંધોને યથાવત્ રાખતા પશ્ચિમી દેશોની સાથે પોતાના સંબંધોને મજબૂત કરવા માગે છે.


