- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
- શમી સેમીફાઈનલમાં 7 વિકેટ અંગે ટ્વિવટ વાયરલ
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ લઈને ટૂર્નામેન્ટનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. એટલું જ નહીં તેણે વર્લ્ડકપમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પરંતુ આ મેચ બાદ એક જૂની X પર પોસ્ટ વાયરલ થવા લાગી જેમાં પહેલાથી જ નક્કી હતું કે શમી સેમીફાઈનલમાં 7 વિકેટ લેશે. જ્યારે યુઝરની આ પોસ્ટ સાચી નીકળી ત્યારે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો.
તે વ્યક્તિ કોણ હતી?
હકીકતમાં, સેમિફાઇનલ મેચના એક દિવસ પહેલા 14 નવેમ્બરે, એક રમત પ્રેમીએ X પર પોસ્ટ કર્યું હતું કે શમી સેમિફાઇનલમાં સાત વિકેટ લેશે. ડોન મેટિયો નામના યુઝરે મંગળવારે સેમિફાઇનલ મેચ પહેલા પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ‘મેં સપનું જોયું છે કે શમીએ સેમિફાઇનલ મેચમાં 7 વિકેટ લીધી હતી.’ તેના એક દિવસ પછી, શમીએ ખરેખર સેમિફાઇનલ મેચમાં સાત વિકેટ ઝડપી હતી અને વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ ઝડપી હતી.
સોશિયલ મીડિયા પર ચકચાર મચી
આ પોસ્ટ સેમી ફાઈનલ મેચના થોડા કલાકોમાં જ વાયરલ થવા લાગી હતી. લોકોએ આ અંગે જુદી જુદી કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. મોટાભાગના લોકોએ કોમેન્ટ કરીને આ યુઝરને ફાઈનલ મેચ વિશે સપના જોવાનું કહ્યું હતું. કોઈએ કહ્યું કે વિરાટની સદી વિશે જણાવો તો કોઈએ કહ્યું કે 18 તારીખની રાતે સારી ઊંઘ લેજો અને તમારું સપનું શેર કરજો. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.


