રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પશ્ચિમ બંગાળના ચાર દિવસીય પ્રવાસ પર છે. ઉત્તર બંગાળથી કોલકાતા પહોંચેલા ભાગવતે સાયન્સ સિટી સભાગમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યુ હતુ. પોતાના સંબોધનમાં તેમણે કહ્યુ કે જો તમે સંઘને સમજવા ઇચ્છો છો તો તુસના કરવાથી ગેરસમજ ઉભી થશે, જો તમે સંઘને માત્ર એક અન્ય સેવા સંગઠન માનો છો તો તમે ખોટાં હશો.
આરએસએસ પ્રમુખે કહ્યુ કે અનેક લોકોમાં સંઘને ભાજપાની નજરથી સમજવાની પ્રવૃત્તિ હોય છે,જે એક ખૂબ જ મોટી ભૂલ છે. સંઘની સ્થાપનાનો સાર એક જ વાક્યમાં છે, ભારત માતાની જય, તેમણે કહ્યુ કે ભારત માત્ર એક દેશ નહીં, પરંતુ પોતાની ખાસ સંસ્કૃતિ, પરંપરા અને સ્વભાવનું નામ છે. સંઘનુ લક્ષ્ય આ મૂલ્યોને બનાવી રાખવા માટે ભારતને ફરીથી વિશ્વ ગુરૂ બનાવવા માટે સમાજને તૈયાર કરવાનો છે.
સંઘને સમજાવવા માટે ઇતિહાસ ઉદાહરણે
ભાગવતે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ કોઈ રાજકીય હેતુ, સ્પર્ધા કે વિરોધ માટે થયો નથી. તેમનું કહેવું હતું કે સંઘ સંપૂર્ણ રીતે હિન્દુ સમાજના સંગઠન, ઉન્નતિ અને સંરક્ષણ માટે સમર્પિત છે. સંઘની ભૂમિકા સમજાવવા માટે ભાગવતે ઇતિહાસનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝના નિધન પછી અંગ્રેજો સામેનો સશસ્ત્ર સંઘર્ષ ભલે થંભી ગયો હોય, પરંતુ રાજા રામમોહન રાયના સમયથી શરૂ થયેલી સમાજ સુધારાની પ્રક્રિયા સતત ચાલુ રહી. તેમણે તેને સમુદ્ર વચ્ચે આવેલા એવા દ્વીપ સાથે સરખાવી, જે સમય જતાં વધુ મજબૂત બનીને અડગ રહ્યો.
આપણે આપણા સમાજને મજબૂત બનાવવો છેઃ આરએસએસ પ્રમુખ
પોતાના સંબોધનમાં આરએસએસ પ્રમુખે સમાજને મજબૂત બનાવવા પર ભાર મૂકતા કહ્યું કે ભારત મહાન વારસો ધરાવતો દેશ છે અને તેને વૈશ્વિક નેતૃત્વ માટે પોતાને તૈયાર કરવો પડશે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં આપણે અંગ્રેજો સામે યુદ્ધ હારી ગયા હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આપણા સમાજને સંગઠિત અને સશક્ત બનાવીએ. તેમનું સમગ્ર ભાષણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રા, ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ની વિચારધારા અને એકજૂટ હિન્દુ સમાજ સાથે સમૃદ્ધ ભારતના લક્ષ્ય પર કેન્દ્રિત રહ્યું હતું.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કાઉન્સિલ ચૂંટણી પરિણામો , મતગણતરી સવારે 10 વાગ્યેથી શરૂ


