અનેક વિટંબણાઅઓ સાથે સવારના ૮ વાગ્યાથી મોડી રાત્રીના ૧૨ વાગ્યા સુધી લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સાથે ઍક જ ગાડીમાં રાજયસભાના સાંસદ દોડતા રહ્નાઃ જાહેરસભાઓ, મિટીંગો, જનસંપર્કો જાળવી રાખ્યા
લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ ગઇકાલે પરિણામ જાહેર થતા રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છની ૯ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થતા સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. અને નામ જાહેર થતાની સાથે જ રાજયસભાના સાસંદ રામભાઇ મોકરીયા, પરસોતમભાઇ રૂપાલા સાથે સતત સાથે રહયા હતા.
પ્રારંભે થોડી વિટંબણાઅઓ વિવાદીત નિવેદનના કારણે સર્જાઇ હતી. તેમજ જુદા-જુદા પરિબળો પણ નડતરરૂપે સાબિત થયા હતા. પરંતુ મિટીંગોનો ધમધમાટ, જન સંપર્કો કરીને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાની આગેવાનીમાં વિવાદોને શાંત પાડવાના પ્રયાસો થયા હતા. અને સફળતા પણ મળી હતી.
પરસોતમભાઇ રૂપાલાનું નામ જાહેર થતાની સાથે જ લોકસભાની ચુંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો હતો.
પરસોતમભાઇ રૂપાલા અને રામભાઇ મોકરીયા રાજકોટ શહેર અને જીલ્લાનો વેગવંતો પ્રવાસ સતત ચાલુ રાખ્યો હતો. ઍક જ ગાડીમાં પરસોતમભાઇ રૂપાલા અને રામભાઇ મોકરીયા બધી જગ્યાઍ જતા હતા.
સવારના ૮ વાગ્યાથી મોડી રાત્રીના ૧૨ વાગ્યા સુધી રૂપાલાજી અને રામભાઇ સતત સાથે જ રહ્ના હતા.
જાહેરસભાઅઓ, લોક સંપર્ક, ગ્રુપ મિટીંગો, લતાવાસીઓ સાથે મુલાકાતમાં પરસોતમભાઇ અને રામભાઇની જોડી અડીખમ સાથે રહી હતી. જેના ફળ સ્વરૂપ પરસોતમભાઇ રૂપાલા જંગી લીડથી વિજેતા થયા હતા.


