- મોલ્ડોવા દેશમાં 4 દિવસથી કબરમાં દટાયેલા વૃદ્ધને જીવતા બહાર કઢાયા
- હત્યાની તપાસ માટે આવેલી પોલીસે કબરમાંથી વૃદ્ધને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો
- વૃદ્ધને તેના સંબંધીએ ઝઘડો કર્યા બાદ કબરમાં જીવતા દાટી દીધા હતા
દુનિયામાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે કદી કાન અને આંખ પર વિશ્વાસ ન બેસે. બન્યું એવું કે પૂર્વ યુરોપના ગણરાજ્ય મોલ્ડોવાથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. એક 62 વર્ષીય વૃદ્ધને ચાર દિવસ સુધી કબરમાં જીવતો દટાયેલા રહ્યા. જો કે હત્યાની તપાસ માટે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો કબરમાંથી વૃદ્ધની દબાયેલા સ્વરમાં ચીસો આવી રહી હતી. પોલીસ સ્ટાફના આ જોઈને ચોંકી ઉઠી હતી. અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક ધોરણે રૅસ્ક્યૂ શરૂ કર્યું હતું. વૃદ્ધને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કબરામાંથી વૃદ્ધને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડયો હતો. જો કે પોલીસે બાદમાં આ વૃદ્ધને જીવતા જ દાટી દેનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ આખો કેસ ગત 15 મેના રોજનો છે. મોલ્ડોવાની પોલીસે વૃદ્ધને કબરમાંથી બહાર કાઢવાનો વીડિયો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસે પીડિત અને આરોપીની ઓળખ જાહેર નથી કરી.
વૃદ્ધની સાથે 18 વર્ષનો સંબંધી રહેતો હતો
વાસ્તવમાં, ઉત્તર-પશ્ચિમ મોલ્ડોવાના ઉસ્ટિયામાં એક વૃદ્ધ દંપતી તેમના ઘરમાં રહેતું હતું. તેની સાથે એક 18 વર્ષનો સંબંધી પણ રહેતો હતો. પોલીસે જણાવ્યું કે મહિલાની હત્યાની માહિતી સોમવારે 13 મેના રોજ મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી ત્યારે મહિલાની લાશ ઘરના ફ્લોર પર પડેલી મળી આવી હતી. તેના શરીર પર ઘાના નિશાન હતા. એવું લાગે છે કે મહિલાએ મરતા પહેલા સંઘર્ષ કર્યો હતો.
આ એ જ કબર છે જેમાં વૃદ્ધને જીવતો દફનાવવામાં આવ્યો હતો
જ્યારે પોલીસ અધિકારીઓએ પાડોશીઓની પૂછપરછ કરી તો ખબર પડી કે મહિલાનો પતિ પણ તેની સાથે રહેતો હતો. પરંતુ તે ગુમ છે. જેના પર અધિકારીઓએ શોધખોળ શરૂ કરી હતી. જેમ જેમ અધિકારીઓએ પુરાવા માટે તેના ઘરની તપાસ કરી, ત્યારે તેઓએ ઘરની નજીક ભૂગર્ભમાંથી મદદ માટે આક્રંદ અને ચીસોના અવાજો સાંભળ્યા. જ્યાંથી અવાજ આવી રહ્યો હતો ત્યાં લોકો પહોંચી ગયા. ખોદકામ શરૂ કરાયું હતું. ખોદકામ પછી, 62 વર્ષીય માણસને અસ્થાયી કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેની ગરદન અને ચહેરા પર ઘાના નિશાન હતા. પોલીસે જાહેર કરેલા ફૂટેજમાં જોવા મળે છે કે વ્યક્તિને બહાર ખેંચી જવામાં આવી રહ્યો છે. આમ છતાં વૃદ્ધ સંપૂર્ણ ભાનમાં જ હતો.
દારૂ પીતી વખતે બાખડી પડયા
પોલીસ અધિકારીઓએ તરત જ મૃતકના 18 વર્ષીય સંબંધીની ધરપકડ કરી હતી. તે તેના જ ઘરમાં નશાની હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જો કે તેણે આવું શા માટે કર્યું તે અંગે પોલીસે ખુલાસો કર્યો નથી. બીજી તરફ, કબરમાંથી બહાર કાઢવામાં આવેલા વૃદ્ધે જણાવ્યું કે, તે અને આરોપી સંબંધી શનિવારે સાથે દારૂ પી રહ્યા હતો, ત્યારે તેમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો. યુવકે કથિત રીતે તેના પર છરી વડે હુમલો કર્યો અને પછી તેને કામચલાઉ રીતે કબરમાં દાટી દઈને પલાયન થઈ ગયો હતો.
વૃદ્ધાને દફનાવ્યા બાદ મહિલાને માર મારવામાં આવ્યો
અધિકારીઓનું માનવું છે કે કિશોરે રવિવારે રાત્રે અથવા સોમવારે વહેલી સવારે વૃદ્ધ મહિલાની હત્યા કરી હતી. તેને કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો છે કારણ કે પોલીસ અને ફરિયાદી તેની હત્યા અને હત્યાના પ્રયાસ માટે તપાસ ચાલુ રાખે છે. જો તે દોષિત સાબિત થાય તો તેને આજીવન કેદની સજા થશે. બચાવી લેવાયેલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક સ્થાનિક વ્યક્તિએ મૃતક પીડિતા વિશે કહ્યું કે તે ખૂબ જ સંસ્કારી મહિલા હતી.


