- અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
- સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર
રાજ્યના હવામાન વિભાગે આગાહી રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેવાની શક્યતા છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ અપાયું છે.
આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન રહેવાનું અનુમાન છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સીઝનના વરસાદમાં 3 ટકા ઓછો વરસાદ રહ્યો છે.
કેટલુ રહેશે તાપમાન?
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.


