- દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- વડોદરા, સુરત, નવસારીમાં વરસાદની આગાહી
- વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં આગાહી
અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જેમાં આજે રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.અમદાવાદ,આણંદ,પોરબંદર,જૂનાગઢ, અમરેલી,ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.સાથે સાથે પવનની ગતિ વધતા દરિયામાં કરંટ પણ જોવા મળશે તો માછીમારોને 24 કલાક દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.
આજે કયાં કરાઈ વરસાદની આગાહી
અમદાવાદ, આણંદ ,વડોદરા ,સુરત ,નવસારી ,વલસાડ તાપી, દમણ ,દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.
22 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
અરવલ્લી ,દાહોદ ,મહીસાગર ,પંચમહાલ વડોદરા ,છોટાઉદેપુર, સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.
રવિવારથી રાજયમાં બરાબર ચોમાસુ જામશે
રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી,ભાવનગર, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં ચોમાસુ નબળું
ગુજરાતમાં ચોમાસું 11મી તારીખે નવસારીમાં પ્રવેશ્યું હતુ હજી પણ તે ત્યાં જ છે. ગુજરાતમાં ચોમાસું નબળું પ્રવેશ્યું હતુ જેના કારણે તે હજી ત્યાં જ છે.
અમદાવાદમાં મધ્યમ તાપમાન રહેશે
અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. ત્યારબાદ સૂર્યાસ્ત પછી ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થશે. જેમાં સાંજના 8 વાગ્યે 36 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 11 વાગ્યે 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે.


