- વિસનગર, મહેસાણામાં 6-6 ઇંચ વરસાદ ખાબક્યો
- લુણાવાડા, વિજાપુરમાં 5- 5 ઇંચ વસાદ આવ્યો
- મેઘરાજાએ ચાર કલાક ધમાકેદાર બેટિંગ કરી
ગુજરાત રાજ્યમાં સવારે 6થી 4 વાગ્યા સુધી 201 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ વિસનગર, મહેસાણામાં 6-6 ઇંચ વરસાદ, લુણાવાડા, વિજાપુરમાં 5- 5 ઇંચ વસાદ તેમજ વડગામમાં 5 ઇંચ, તલોદમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તથા હિંમતનગર, મોડાસામાં 4 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે.
જોટાણા, માણસામાં 4-4 ઇંચ વરસાદ આવ્યો
જોટાણા, માણસામાં 4-4 ઇંચ વરસાદ, મેઘરજ, કપરાડામાં પોણા 4 ઇંચ વરસાદ, વડનગર અને ઊંઝામાં 3-3 ઇંચ વરસાદ, પાલનપુર, બાયડમાં 3-3 ઇંચ વરસાદ તથા સાંતલપુર, બહુચરાજીમાં પોણા 3 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પ્રાંતિજમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સામે આવી છે. તેમાં પ્રાંતિજમાં 4 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ આવ્યો છે. પ્રાંતિજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. પ્રાંતિજના ઘરોમાં પાણી ભરાતા લોકો પરેશાન થઇ રહ્યાં છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આભ ફાટયુ જેવી સ્થિતિ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આભ ફાટયુ જેવી સ્થિતિ છે. પ્રાંતિજ સહિત તાલુકામાં ધોધમાર વરસાદથી નીચવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં વૃંદાવન સોસાયટી, શાંતિનાથ સોસાયટી, એપ્રોચરોડ , રેલવે અંડર બ્રીજ સબજેલ પાસે , હાઇવે ભોઇવાસ સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મેઘરાજાએ ચાર કલાક ધમાકેદાર બેટિંગ કરતા પ્રાંતિજમાં પાણી પાણી થયા છે. વરસાદી પાણી લોકોના મકાનોમા આવી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકો પાણી બહાર કાઢવા મથ્યા છે. તેમજ ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો ભારે પરેશાન છે. તેમજ પાણી ભરેલા રહે તો રોગચાળાની પણ દહેસત રહેલી છે. પ્રાંત ઓફિસની બિલકુલ પાછળ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્યારે પ્રાંતિજ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા છે.


