- વરસાદથી સર્જાય છે આહ્લાદક વાતાવરણ
- વરસાદમાં પલળવાની પણ એક અનેરી મજા
- પણ જોજો ક્યાંક તમે બીમાર ન થઇ જાઓ
વરસાદમાં ભીંજાવુ કોને ન ગમે ? ચોમાસામાં વાતાવરણ ખુશનુમા હોય. ચોમેર હરિયાળી હોય. જાણે કે પ્રકૃતિ સ્વર્ગ પર સેર કરવા આવી હોય તેવા સુંદર નજારા સર્જાય છે. મન મોર બનીને થનગનાટ કરે એમ કહેવુ ખોટુ નહી. બહાર વરસાદી માહોલ હોય અને ગરમા ગરમ ખાવાની તો મજા કંઇ અલગ જ હોય. વરસાદમાં ભીંજાવા બાળક તો શું મોટેરા સૌ કોઇ વરસાદમાં પલળવા ઉત્સાહિત હોય છે. પરંતુ વરસાદમાં પલળવાથી ઘણા લોકો બીમાર પણ થઇ જાય છે.
ધ્યાનમાં રાખો આ બાબતો
હવામાનમાં ભેજને કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વળી એક તરફ વરસાદને કારણે કપડાં ઘણા દિવસો સુધી સુકાતા નથી. ફૂગની સમસ્યા વધી જાય છે. શરદી અને ચેપ થવા લાગે છે. આવી સ્થિતિમાં એવી કેટલીક ટિપ્સ જાણીએ જે વરસાદ દરમિયાન ધ્યાનમાં રાખવી જરૂરી છે.
- વરસાદમાં ઘરની બહાર નીકળતા પહેલા ચહેરા પર સનસ્ક્રીન લગાવો.
- જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે તમારી સાથે છત્રી અને રેઈનકોટ રાખો.
- ફોન અથવા લેપટોપને પોલિથીન અથવા વોટર પ્રૂફ કવર સાથે રાખો.
- વરસાદની ઋતુમાં સફેદ અને આછા રંગના કપડાં પહેરવાનું ટાળો.
- વરસાદમાં હળવા કપડાની પાતળી ચાદર અને ટુવાલનો ઉપયોગ કરો, જેથી ઝડપથી સુકાઈ જાય.
- જે દિવસે સૂર્ય નીકળે તે દિવસે કપડાં તડકામાં સુકવી દેવા
- ઘરની બહાર નીકળતી વખતે વરસાદમાં પ્લાસ્ટિકના સેન્ડલ કે ચપ્પલ જ પહેરો.
- ખાદ્ય પદાર્થોને હવાચુસ્ત પાત્રમાં સીલ કરીને રાખો.
- અથાણાં અને મુરબ્બાના બોક્સને ચુસ્તપણે બંધ કરો.
- વરસાદમાં ભીના થાઓ ત્યારે લવિંગ, કાળા મરી, આદુ અને તુલસીમાંથી બનેલી ચા પીવો.
- તડકો નીકળે ત્યારે બેડને તડકામાં સુકવો કારણ કે ભેજને કારણે તેમા જંતુઓ વધવા લાગે છે.