- માતા-પિતાને શોધવા પોલીસની કવાયત શરૂ
- બાળકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ
- CCTVના આધારે પોલીસે હાથધરી તપાસ
કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 6 પર બાંદ્રાથી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી હતી.અને ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોની અવર જવર વચ્ચે એક બિનવારસી કાળા રંગની બેગ જનરલ ડબ્બામાં મળી આવી હતી,એક મુસાફરને બેગ કોઈ ભુલી ગયુ હોવાનું લાગતા તેણે બેગ રેલવે પોલીસને સોપી,તો રેલવે પોલીસે બેગ પ્લેટફોર્મ પર ચેક કરતા તેમાંથી બે માસની નવજાત બાળકી મળી આવી હતી.મુસાફરે રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં બાળકી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેવાના કેસમા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસ તેજ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બ્રાન્દ્રાથી નિકળેલી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી તે પહેલા આણંદ અને નડિયાદ રોકાઈ હતી.જેથી રેલવ પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનમાં CCTV ચેક કરીને શંકાસ્પદ વ્યક્તિની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આણંદ અને નડિયાદ રેલવે સ્ટેશનમાંથી પણ CCTV ફૂટેજની ચેકીંગ શરૂ કરી છે,કોઈ શંકાસ્પદ મહિલા કે વ્યક્તિની શોધખોળ કરવા જુદી જુદી ટીમો બનાવીને પોલીસે તપાસ શરૂ કરી છે.માસુમ બાળકીની આંખો પોતાની માતાને શોધી રહી છે. પરંતુ હવે 2 મહિલા પોલીસ બાળકીની સારસંભાળ રાખીને માતાની ફરજ પુરી કરી રહ્યા છે.ત્યારે હવે રેલવે પોલીસે બાળકીને ટ્રેનમાં ત્યજી દેનાર જનેતા અને શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે.


