મહિલા કહયાં વગર ઘરેથી નીકળી ગઇ હતી
અગ્ર ગુજરાત, મોરબી
૧૧૨ ટીમ દ્વારા ૧૮૧ માં કોલ કરવામાં આવેલ કે મોરબી રવાપર નદી ગામમાં એક વાડી વિસ્તારમાં એક મહિલા મળી આવેલા હોય મહિલા આમતેમ દોડાદોડી કરતા હતા મહિલા કોઈનું કાઈ પણ માનતા નથી અને સરખું સરનામું પણ આપતા નથી મહિલા પાસે મોબાઈલ પણ હોય પરંતુ પાસવર્ડ આપતા ના હોય અને તેમના મોબાઇલમાં ફોન આવે તો વાત પણ કરવા તૈયાર ન હોય અને મહિલા ગભરાયેલી હાલતમાં હોય માટે અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે
જેના પગલે કામકાજના ફરજ પરના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા.
કાઉન્સિલીગ દરમિયાન મહિલા જણાવેલ કે હાલ અમે એમ.પી.ના છે પણ ઘણા વર્ષોથી અમે મોરબી ખાતે ખેતીકામ કરીને ગુજરાન ચલાવીએ છીએ વધુમાં મહિલા એ જણાવ્યું હતું કે હું મારા પતિ મારા સાસુ સસરા અને મારા દિકરા સહિત નાં પરિવારના સભ્યો સાથે રહું છું અને ખેતીકામ કરું છું મહિલા એ જણાવ્યું કે મારા મગજમાં થોડું ટેન્શનમાં હોય માટે સાંજના સમયે જમીને મારી મરજીથી હું છેલ્લા ત્રણ – ચાર કલાકથી ઘરે કોઈ ને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઇ હતી.
ત્યારબાદ બંને ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ મહિલા ને ઘરેથી ન નીકળી જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ તેમજ મહિલા નાં પતિ ને મહિલા નું ધ્યાન રાખવા જણાવેલ. આમ મહિલા રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ મહિલા ને તેમના પતિ ના ઘરે સહી સલામત સોંપવામાં આવી હતી.


