મોરબી એ-ડીવીઝનના પંટાગણમાં જ યુવાને ફિનાઇલ ગટગટાવી ધુ
બૂટલેગરો ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસે નહી લીધાના આક્ષેપ
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હર્ષદ ચૌહાણ નામના યુવાને પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ફિનાઇલ ઘટઘટાવી લેતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, હર્ષદ ચૌહાણ નામનો યુવાન મનીષા અને સૂરિયો નામના બુટલેગરો દ્વારા આપવામાં આવતા ત્રાસથી પરેશાન હતો. આ મામલે તે વારંવાર પોલીસ પાસે રજૂઆત કરવા ગયો હતો, પરંતુ તેની ફરિયાદ સાંભળવામાં આવતી નહોતી.યુવાનનો ગંભીર આક્ષેપ છે કે પોલીસ બુટલેગરો સામે ફરિયાદ નોંધવાને બદલે ઉલટાની તેને જ હેરાન કરતી હતી.
ન્યાય ન મળતા અને બુટલેગરોના સતત ત્રાસને કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. આખરે કંટાળીને તેણે પોલીસ સ્ટેશનમાં જ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો. યુવાને ફિનાઇલ પી લેતા પોલીસ કર્મચારીઓ તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હાલમાં યુવાનની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.


