- દોઢ વર્ષ બાદ તમામ આરોપીઓ જામીન મુક્ત
- જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા હતા જામીન
- બાકીના 9 આરોપીઓને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન
મોરબી શહેરમાં ઓકટોબર 2022માં બનેલ ગોઝારી બ્રિજ દુર્ઘટનામાં 141 લોકોના મોત થયા હતા. આ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલને પહેલા જ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે બાકીના 9 આરોપીઓને પણ હાઇકોર્ટ માંથી જામીન મળી ગયા છે.
ગત 30 ઓકટોબર 2022ના રોજ મોરબીમાં એક ગોઝારી દુર્ઘટના બની હતી. સહેલાણીઓથી ખીચોખીચ ભરેલો મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં બાળકો અને મહિલાઓ સહિત કુલ 144 જેટલા લોકો મોતને ભેટયા હતા. છેલ્લા દોઢ વર્ષથી આ દુર્ઘટનાને લઈને હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિત અન્ય 9 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. આરોપી જયસુખ પટેલને તો પહેલા જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જ્યારે અન્ય 9 આરોપીઓને હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. દોઢ વર્ષ બાદ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. કેસમાં અન્ય આરોપીઓની સાથે સાથે દેવાંગ પરમારની જામીન અરજી પણ હાઈકોર્ટે મંજૂર કરી દીધી છે.
મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી હતી જયસુખ પટેલની ઓરેવા કંપની
જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના MD હતા. મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે 400 દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતા. જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ભગાવવામાં આવી હતી. જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કેટલીક શરતો પર જયસુખ પટેલ આપ્યા હતા જામીન
સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. ભૂતકાળમાં ઘટના બની ત્યારે 3 મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો.આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ટુંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
શું હતી દુર્ઘટના
મોરબીમાં વર્ષ 2022માં દિવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.


