મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આંગળવાડી ની આશા વર્કર બહેનો દ્વારા ગ્રામ્ય વિસ્તાર માંથી સ્ત્રી ઓ ને ઓપરેશન કરાવવા બોલાવવા માં આવે છે અને તેની જોગવાઈ મુજબ દર્દી ને લાવવા તથા લઈ જવાની વ્યવસ્થા કરાવી અને યોગ્ય ટ્રીટમેન્ટ આપવાની હોઈ છે અને તેમના એકાઉન્ટ માં પૈસા આપી તેમને આર્થિક સહિયોગ પણ કરવામાં આવતો હોઈ છે. યોગ્ય ટ્રીટમેન્ટ પણ ના થાઉં અને સહાય પણ ખાતા માં હજુ સુધી નથી આવી.
પરંતુ મોરબી માં જાણે એમનો ટાર્ગેટ પૂરો કરવાનો હોઈ એ રીતે ઓપરેશન કરવામાં આવે છે અને હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા ગેર વર્તન કરી તેમને અપમાનિત કરવામાં આવે છે. દર્દી ને ઓપરેશન થિયેટર ની બહાર લાવી ડોકટર દ્વારા ચેકઅપ કે નિરીક્ષણ માં રાખવાના બદલે સીધા જ એમને રજા આપી હાલતાં કરી મૂકવામાં આવે છે તેમના માટે સ્ટ્રેચર કે બેડ ની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી અને તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા એ જાણે પેસેન્જર વાહન માં ગીચો ગીચ બેસાડવામાં આવે એ રીતે એમને એમ્બ્યુલસ અને અન્ય વાહન માં ભરવામાં આવે છે .તેના વિડિયો પણ દર્દી ના પરિવારજનો દ્વારા ઉતારવામાં આવ્યા અને પુરાવા સાથે ફરિયાદ કરી હતી આ ઘટના ગત 2 તારીખ ની છે.માળીયા તાલુકા ના વર્ષામેડી , ખીરસરા , દહિસરા , વવાણીયા , ન્યુ નવલખી થી બહેનો ને આશાવર્કરો દ્વારા આ રીતે લયાવવા માં આવ્યા અને એમને ફરિયાદ કરતા આશાવર્કરો એ પણ કીધું કે અમને કોઈ જાત નો સહીયોગ આપતા નથી અમે બીજું શું કરી શકીએ એટલે સિવિલ હોસ્પિટલ ના ઇન્ચાર્જ ડો. દુધરેજીયા સાથે ટેલીફોનીક અને રૂબરૂ દર્દી ના પરિવાર જનો એ ફરિયાદ પણ કરી અને ક્યાં ડોકટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું અને એક દિવસ માં કેટલાં ઓપરેશન કર્યા તો એમને કોઈ જાણ નથી અને આ કામ જિલ્લા પંચાયત નું છે એમ કહી જવાબદારી માંથી છટકી રહ્યા છે અને તેમની હાલાકી નું કોઈ નિરાકરણ ના આવ્યું
લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી આટલી ઘોર બેદરકારીના કારણે કોઈ દર્દી સાથે અનિચ્છનીય બનાવ બનશે તો એના માટે જવાબદાર કોણ?ભાજપ ની સરકાર અને ભાજપ ના નેતાઓ ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરે છે પરંતુ મોરબી ની વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગજ છે એના માટે જવાબદાર કોણ?જો આ સમસ્યા નો ઉકેલ નહિ આવે તો આવનાર દિવસોમાં લોકો ની સુખાકારી માટે મોરબી સિવિલ હોસ્પિટલ સામે જન આંદોલન કરશું.