આર.ડી.એન.પી.પ્લસ (રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ) સંસ્થા દ્વારા તા.13 જૂન ગુરુવારના રોજ મોરબી જિલ્લાના 50 HIV/એઇડ્સગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકો માટે ‘એજ્યુકેશન સપોર્ટ પ્રોગ્રામ’નું સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, સિવિલ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડો. દિશા પાડલીયા, સુરેશ-સી.એસ.ઓ, સંસ્થાના પ્રમુખ જગદીશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકો સાથે ગોષ્ઠી કરી બાળકોને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિવિધ દાતાઓ જેવા કે, સીમ્પોલો ફાઉન્ડેશન મોરબી, દર્શન કનેરીયા-મિડાસ સેનેટરીવર્સ પ્રા.લિ.,મોરબી, ઇન્દુ વોરા-વોરા વેલ્ફેર ફાઉન્ડેશન, નરેન્દ્ર ઝીબા-મેનેજર ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ, હિરેન ચાંગેલા-પેલીકન રોટો ફ્લેક્સ પ્રા. લી., મનોજ જોબનપુત્રા-એચ.જે.સ્ટીલ, વિજય-અજંતા સ્ટીલ કંપની, ઘોઘાબાપુ-ઈશ્વરીયા પોસ્ટ, લાભુભાઈ આલાભાઇ શેભલીયા, શીલાબેન કનારા, ઘનશ્યામસિંહ જાડેજા, સંદીપ કોટેચા, વૃંદાવન ડેરી, જાગૃતિબેન વિપુલ સટોડિયા-ગોંડલ વગેરે દાતાઓનો ફાળો ખુબ મહત્વનો રહ્યો હતો.