મોરબીમાં સીલીકોસીસ દર્દીઓ સાથે ગેરવર્તન ન થાય તેનું ધ્યાન રાખવા અને સીલીકોસીસ પીડિતોને નિ:શુલ્ક તમામ દવા મળી જાય તેવી વ્યવસ્થા કરવા સીલીકોસીસ પીડિત સંઘ મોરબીના પ્રમુખ દ્વારા મોરબી સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમં દવાની અછત હોય ત્યારે બહારથી દવા ખરીદી લેવા લખી આપવામાં આવે છે. પણ દર્દી પાસે પૈસા ન હોય તો એ દવા ખરીદી શકતો નથી. એ દવા લીધા વગરજ ઘરે પરત જાય અને દવા વગર હેરાન થાય છે. એ પોતાની વ્યથા કોઇને કહી શકતો નથી. સીલીકોસીસ મૃત્યુ સહાય યોજના બાબતે મુશ્કેલીને લઇને પણ અલગ અલગ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.