અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી, વોડકા, બીયરના ટીન સહિત ૧૨૮ નંગ ઝડપ્યા,આરોપી ફરાર
મોરબીના જુના ઘુંટુ રોડ મધુસૃષ્ટિ સોસાયટીમાં ભાડે મકાન રાખી તેમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડ ઇંગ્લીશ દારૂ બીયરની બોટલો- ટીન મળી કુલ નંગ-૧૨૮ કિ.રૂ.૪૦૨૪૦/- નો મુદામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તમામ વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ આરોપી વિરૂધ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી પંચાસર રોડ શ્યામપાર્કમા રહેતો દિક્ષીત વ્રજલાલ દુદકીયાએ મોરબીના જુના ઘુંટુ રોડ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં માધવભાઇ ભરવાડનું મકાન ભાડે રાખી તેમાં બીયર તથા વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. જે મળેલ હકિકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્થળ ઉપર રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી, વોડકા તેમજ બીયર એમ કુલ ૧૨૮ નંગ બોટલ – ટીનનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસની રેઇડ દરમિયાન આરોપી દિક્ષીત વ્રજલાલ દુદકીયા રહે.મોરબી જુના ઘુંટુ રોડ મધુસૃષ્ટિ સોસાયટી માધવભાઇ ભરવાડના મકાનમાં ભાડે રહેતો હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.