આમ તો એમ્બ્યુલન્સ નો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે કરવામાં આવતો હોય છે, એમ્બ્યુલન્સ ના કારણે ઘણા લોકોના જીવ બચી જતા હોય છે, તેમજ હાલ તો એમ્બ્યુલન્સ ની અંદર દર્દીઓને પ્રાથમિક સારવાર પણ મળી જતી હોય છે, પરંતુ આ એમ્બ્યુલન્સ નો મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ફાળવાયેલી એમ્બ્યુલન્સમાં રોપાઓના કુંડા ની હેર ફેર થતાં હોવાનો વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો સામાન્ય રીતે કોઈ ઓન એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા માટે રાખવામાં આવતી હોય છે અને તેને કાયમી ધોરણ સ્ટેન્ડ બાય રાખવાં ની હોય છે અને તેનો અન્ય કોઈ કામ માટે ઉપયોગ કરી શકાય નહિ પરંતુ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમાં તેમાં છોડના કુંડા ની હેરફેરનો વિડીઓ સામે આવવા મોરબી જીલ્લા પંચાયતના અધિકારી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોય તેમ આ એક સામાન્ય ભૂલ હોવાનું કહી ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીએ કશું બોલવાં ઇનકાર કરી દેતાં જાણે આં બેદરકારી તેની જાણકારી નીચે થઈ હોય તેવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે.
ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ નો ઉપયોગ રોપાઓ લઈ જવા માટે કરવામાં આવ્યો હોય તો આમ તો જિલ્લા પંચાયત કચેરી પાસે ખુદના વાહનો હોય જ છે છતાં પણ એમ્બ્યુલન્સ નો ઉપયોગ રોપાઓ લઈ જવા માટે કરવામાં આવે છે. ત્યારે રોપાઓના ટ્રાન્સપોર્ટ માટે એમ્બ્યુલન્સ નો ઉપયોગ કેટલા અંશે યોગ્ય ?


