મોરબી જીલ્લાની એકમાત્ર ઓસેમ સીબીએસસી સ્કુલની હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગીપાઈલટ પ્રોજેક્ટ માટે સમગ્ર દેશના ૭૬૬ જીલ્લામાં કુલ ૮૪૦ સ્કુલની પસંદગીમાં મોરબી જીલ્લાની એકમાત્ર સ્કુલની ઓસેમની પસંદગી.
મોરબી:તાજેતરમાં સીબીએસસી બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ- એડવાન્સ લર્નિંગ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર દેશના ૭૬૬ જીલ્લાઓમાંથી કુલ ૮૪૦ શાળાઓની પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જીલ્લામાંથી ઓસેમ સીબીએસસી સ્કુલની હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી પામી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
આ તકે મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, શિક્ષણ વિભાગના એ.ઇ.આઇ ફાલ્ગુનીબેન ગોસ્વામીના વરદ્ હસ્તે હાઈબ્રીડ લર્નિંગના પાઈલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. ત્યારે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સમગ્ર દેશની ૮૪૦ શાળાઓમાં પસંદગી પામવા બદલ શાળાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સર, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીએસસી બોર્ડ દ્વારા પાઈલટ પ્રોજેક્ટ માટે આર્મી સ્કૂલ, આદિત્ય બિરલા સ્કૂલ, જીડી ગોએન્કા સ્કૂલ જેવી વિશ્વ વિખ્યાત શાળાની પસંદગી કરવામાં આવી છે તેમાં મોરબી જીલ્લાની ઓસેમ્ સીબીએસસી શાળાની પસંદગી થતા મોરબી જીલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ છે.